શાહરુખ-ગૌરી-પ્રિયંકાની સ્ટોરી છે હીરોઇનમાં?
મુંબઈ, 17 સપ્ટેમ્બર : કરીના કપૂરની ફિલ્મ હીરોઇનની ચારે બાજુ ચર્ચા છે. બધાને આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મના નૉમિનેશનથી લઈને ફિલ્મની રિલીઝિંગ સુધી હીરોઇન ફિલ્મ અંગે એટલું બધું લખાઈ અને સંભળાઈ ચુક્યું છે કે દરેક વ્યક્તિની અંદર ઉત્સુકતા ઔર વધી ગઈ છે.

કહેવાઈ રહ્યું છે કે હીરોઇન ફિલ્મ એક એવી અભિનેત્રીની વાર્તા છે, જેને એક પરીણિત અભિનેા સાથે પ્રેમ થઈજાય છે. એટલું જ નહિં, તે અભિનેતા પણ પોતાની પત્નીને છોડી અભિનેત્રી સાથે પ્રેમ કરવા લાગે છે.
આવી વાર્તાને કારણે પણ ગૉશિપનું બઝાર ગરમ થઈ ગયું છે. ફિલ્મમાં ઈર્ષ્યાળુ પત્નીનું પાત્ર ભજવતી રશ્મિ નિગમના માધ્યમથી ફિલ્મની વાર્તાની ખબર પડતા ફિલ્મી પંડિતોએ ફટાકથી જણાવ્યું કે મધુર ભંડારકરની ફિલ્મ હીરોઇન એટલે શાહરુખ ખાન, ગૌરી ખાન અને પ્રિયંકા ચોપરાની વાર્તા.
કેટલાંક દિવસ અગાઉ શાહરુખ-ગૌરી વચ્ચે અભિનેત્રી પ્રિયંકા મુદ્દે કઈંક ગડબડ પેદા થઈ હતી. જોકે, આ બાબતમાં પ્રિયંકા દોષી હતી, કારણ કે તે કિંગ ખાનની નજીક આવવાની કોશિશ કરી રહી હતી. બધાને ખબર છે કે શાહરુખ એક ફેમિલી મેન છે, જે પોતાની પત્ની ગૌરીને દીવાનાની જેમ ચાહે છે. તેથી બધો દોષ પ્રિયંકાના માથે ચડાવી દેવામાં આવ્યો હતો. પરંતુ ફિલ્મમાં હીરોને અભિનેત્રીની નજીક દર્શાવાયો છે અને અભિનેત્રી તેમજ હીરો બંને જ એક-બીજાને પ્રેમ કરે છે.
મતલબ એ થયો કે જો શાહરુખના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો હીરોઇન ફિલ્મમાં તથાકથિત શાહરુખ પોતાની પત્ની ગૌરીને છોડી હીરોિન પ્રિયંકા પાસે જતાં રહેશે. હવે સચ્ચાઈ શું છે, તેના વિશે તો ત્યારે જ જાણ થશે, જ્યારે ફિલ્મ 21મી સપ્ટેમ્બરે રિલીઝ થશે. હાલ એટલું જ કહી શકાય કે હીરોઇનની વાર્તા અંગે બધા ઉત્સુક છે. સૌને તેની રિલીઝનો ઇંતેજાર છે.












Click it and Unblock the Notifications
