પપ્પા શાહરુખને જોવા લંડનથી દોડી આવ્યો આર્યન

મુંબઈ, 28 મે : કહે છે કે પિતાના દર્દને પુત્ર જોઈ નથી શકે. જે રીતે માતા-પિતા પોતાન બાળકોના દુઃખમાં તડપી ઉઠે છે, તેવી જ રીતે બાળકો પણ માતા-પિતાના દુઃખને સમજે છે. તેનો તાજો દાખલો છે આર્યન. શાહરુખ ખાનનો પુત્ર આર્યન પિતાની સર્જરીના સમાચાર મળતાં લંડનથી મુંબઈ આવી ગયો છે.

aryan-shahrukh

આર્યન જોકે અત્યારે બહુ નાનો છે, પણ છતાં તેના હૃદયે કહ્યું કે તેણે પપ્પાના ઑપરેશન વખતે તેમની સાથે હોવું જોઇએ. તેથી આર્યન લંડનથી મુંબઈ આવી ગયો.

નોંધનીય છે કે શાહરુખ ખાન માટે જેટલા તેમના ઘરના લોકો ચિંતિત છે, તેટલા જ તેમના ફૅન્સ પણ ચિંતિત છે. શાહરુખ ખાન ખભાની સર્જરી માટે મુંબઈની લીલાવતી હૉસ્પિટલે દાખલ થયાં છે. શાહરુખ ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતાં. તેથી સર્જરી ટાળવામાં આવી રહી હતી.

રોહિત શેટ્ટી દિગ્દર્શિત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મનું શૂટિંગ હવે ખતમ થઈ ગયું છે. તેથી શાહરુખે સર્જરી કરાવનો નિર્ણય કર્યો. સર્જરી બાદ શાહરુખે એક માસ આરામ કરવો પડશે. ચેન્નઈ એક્સપ્રેસમાં દીપિકા પાદુકોણે શાહરુખના હીરોઇન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X