For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાન્સપરન્ટ બોલ્ડ ડ્રેસમાં ફોટો શેર કરતા યુઝર્સે કંગનાને ખરી ખોટી સંભળાવી!

બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત આ દિવસોમાં ચર્ચામાં છે. તે પોતાની ફિલ્મ ધક્કડના શૂટિંગ માટે ગઈ હતી. બુડાપેસ્ટમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ કંગનાએ જબરદસ્ત પાર્ટી કરી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત આ દિવસોમાં ચર્ચામાં છે. તે પોતાની ફિલ્મ ધક્કડના શૂટિંગ માટે ગઈ હતી. બુડાપેસ્ટમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ કંગનાએ જબરદસ્ત પાર્ટી કરી હતી. આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં કંગના પારદર્શક બ્રાલેટમાં જોવા મળી રહી છે, આ ફોટોના કારણે કંગના રાણાવતને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે.

કેપ્શનમાં ગાલિબના શેર સાથે ફોટો શેર કર્યા

કેપ્શનમાં ગાલિબના શેર સાથે ફોટો શેર કર્યા

કંગના રાણાવતે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં તે ઓફ વ્હાઈટ કલરના પારદર્શક ટોપ અને હાઈ વેસ્ટ સફેદ પેન્ટમાં જોવા મળી રહી છે. આ સુંદર તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં ગાલીબનો શેર લખ્યો છે, 'मुहब्बत में नहीं है फर्क जीने और मरने का, उसी को देख कर जीते हैं जिस काफिर पर दम निकले'

યુઝર્સે કંગનાને આડે હાથ લીધી

યુઝર્સે કંગનાને આડે હાથ લીધી

કંગના રાણાવત પોતાના નિવેદનોને કારણે અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તેને ઘણીવાર પોતાની જાતને ભારતીય સંસ્કૃતિની હિમાયતી તરીકે વર્ણવી છે અને તે પોતાના રાઈટ વિંગ વલણ માટે જાણીતી છે. આ સ્થિતિમાં કંગનાએ ધાક્કડની રેપ-અપ પાર્ટીની તસવીરો શેર કરતા યુઝર્સે તેને તેના જ વિવાદીત બયાનોથી ઘેરી લીધી. યુઝર્સે કંગનાને યાદ અપાવ્યું કે તમે અન્ય અભિનેત્રીઓના કપડાં પર ટિપ્પણી કરવાનું ચૂકતા નથી તો તમે જાતે જ આવા બોલ્ડ ડ્રેસ પહેરી રહ્યા છો. યુઝર્સે ટિપ્પણી કરી લખ્યું કે તમે સંસ્કાર ફક્ત અન્ય લોકો માટે માટે યાદ રાખો છો, તમારા પારદર્શક ડ્રેસમાં કોઈ ખામી નથી? એક યુઝરે પૂછ્યું કે આ તમારી સંસ્કૃતિ છે? અન્ય એક યુઝરે લખ્યું - તમે આ પારદર્શક બ્રા કેમ પહેરી છે? જોકે ઘણા યુઝર્સે તેની પ્રશંસા પણ કરી છે.

ધાકડ ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે

ધાકડ ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે

કંગના રાણાવત ફિલ્મ 'ધાકડ'માં એજન્ટ અગ્નિની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને રજનીશ રાજી ઘાઈએ ડિરેક્ટ કરી છે. આ એક જાસૂસ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. ધાકડ પહેલા કંગનાએ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર બનેલી ફિલ્મ થલાઇવીનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ તૈયાર છે પરંતુ કોરોનાના કારણે રિલીઝ થઈ શકી નથી.

English summary
Sharing a photo in a transparent dress, users misquoted Kangana!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X