લગ્ન પહેલા પ્રેગનન્ટ થઈ અને દિકરાને ખોળામાં લઈને લગ્ન કર્યા, ફિલ્મ જેવી જ છે આ ટીવી અભિનેત્રીની લવ સ્ટોરી

ફિલ્મી દુનિયાના સિતારાઓની જીંદગી પણ પુરી ફિલ્મી હોય છે. આવી જ લાઈફ ટીવી અભિનેત્રી પુજા બેનર્જીની છે. તેને તેના દિકરાને ખોળામાં લઈને લગ્ન કર્યા હતા.

મોટા પડદાથી લઈને નાના પડદા સુધી ઘણી સુંદરીઓ લગ્ન પહેલા પ્રેગ્નન્ટ થઈ ગઈ છે. આ યાદીમાં આ લોકપ્રિય ટીવી અભિનેત્રીનું નામ પણ સામેલ છે.

Pooja Banerjee

ટીવી સીરિયલ દેવોં કે દેવ મહાદેવમાં 'પાર્વતીના પાત્રથી પોતાની ઓળખ બનાવનાર આ અભિનેત્રી દક્ષિણ અને બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ જાણીતું નામ છે.

અભિનેત્રી પૂજા બેનર્જી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. તે દરરોજ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. ચાહકો તેના સુંદર ફોટાના પ્રેમમાં પડે છે, તો કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરે છે.

પૂજા બેનર્જીએ ટીવી એક્ટર કુણાલ વર્મા સાથે લગ્ન કર્યા છે. આ દંપતીને એક પુત્ર છે જેની સાથે જ તેમણે બંગાળી રીતિ-રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન કર્યા હતા.

પૂજા બેનર્જીએ બે વાર લગ્ન કર્યા છે અને બંને વાર તેણે કુણાલ વર્મા સાથે લગ્ન કર્યા છે. અગાઉ પૂજા અને કુણાલે વર્ષ 2020 માં લોકડાઉન દરમિયાન લગ્ન નોંધાવ્યા હતા.
પૂજા લગ્ન પહેલા જ ગર્ભવતી બની હતી અને રજિસ્ટર્ડ લગ્નના 6 મહિના પછી જ તેણે પુત્રને જન્મ આપ્યો હતો.

વર્ષ 2021 માં પૂજા અને કુણાલે ગોવામાં ફરીથી લગ્ન કર્યા. બંનેએ બંગાળી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા અને ત્યાં સુધીમાં તેમનો દીકરો એક વર્ષનો થઈ ગયો હતો.

પૂજા બેનર્જીનું અંગત જીવન શરૂઆતથી જ જટિલ રહ્યું છે. તે માત્ર 15 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગઈ હતી. અભિનેત્રીએ કોઈના પ્રેમમાં પડ્યા બાદ આ પગલું ભર્યું પરંતુ બાદમાં તેને ઘણો પસ્તાવો થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X