Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શહેનાઝ ગિલને આવી સિદ્ધાર્થ શુક્લાની યાદ, પ્રમોશન વખતે રડવા લાગી, જુઓ ઈમોશનલ Video

સોશિયલ મીડિયા પર શહેનાઝ ગિલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને રડતી જોવા મળી રહી છે.

મુંબઈઃ ટીવીના ફેમસ એક્ટર સિદ્ધાર્થ શુક્લા હવે આ દુનિયામાં નથી રહ્યા પરંતુ એક એવી વ્યક્તિ છે જેને તેની યાદ વારંવાર આવ્યા કરે છે. 'સિડનાઝ'ની જોડી હવે તૂટી ગઈ છે પરંતુ જ્યારે પણ તેનો ઉલ્લેખ થાય છે ત્યારે શહેનાઝ રડવા લાગે છે. સોશિયલ મીડિયા પર શહેનાઝ ગિલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને રડતી જોવા મળી રહી છે. આ વીડિયો જોયા બાદ તેના ફેન્સ પણ ઉદાસ દેખાઈ રહ્યા છે.

પોતાને રોકી ન શકી શહેનાઝ

પોતાને રોકી ન શકી શહેનાઝ

સિદ્ધાર્થ શુક્લાના નિધનને લગભગ અઢી મહિનાથી વધુનો સમય પસાર થઈ ચૂક્યો છે. સિદ્ધાર્થનુ 2 સપ્ટેમ્બરના રોજ હ્રદયરોગનો હુમલો આવવાથી મોત થઈ ગયુ હતુ. સિદ્ધાર્થના જવામાંથી શહેનાઝ સંપૂર્ણપણે શોકમાં છે. ત્યાં સુધી કે લગભગ એક મહિના સુધી તે સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ ગઈ. જો કે બાદમાં તેણે હિંમત ભેગી કરી અને પછી પોતાની પંજાબી ફિલ્મના પ્રમોશન માટે મીડિયા સામે આવી પરંતુ આ દરમિયાન કંઈક એવુ બન્યુ કે શહેનાઝ ગિલ પોતાને રોકી શકી નહિ અને રડવા લાગી.

ઈમોશનલ થઈ શહેનાઝ, ફેન્સ થયા ઉદાસ

ઈમોશનલ થઈ શહેનાઝ, ફેન્સ થયા ઉદાસ

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જે શહેનાઝ ગિલનો પોતાની પંજાબી ફિલ્મ હોંસલા રખના પ્રમોશન દરમિયાનનો છે જેમાં તે કથિત પ્રેમી સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને ખરાબ રીતે તૂટી ગઈ છે. આ દરમિયાન તેના સહ કલાકાર દિલજીત દોસાંઝે તેને ચૂપ કરાવવાની કોશિશ કરે છે. આ વીડિયો જોયા બાદ સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલના ફેન્સ ખૂબ ઈમોશનલ થઈ રહ્યા છે.

વાત કરતા-કરતા રડવા લાગી શહેનાઝ

વાત કરતા-કરતા રડવા લાગી શહેનાઝ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે શહેનાઝ વાત કરતા-કરતા રડવા લાગે છે. તેના આંસુ સાફ દેખાઈ રહ્યા છે. આનાથી અંદાજો લગાવી શકાય છે કે શહેનાઝ સિડને કેટલો મિસ કરી રહી છે. શહેનાઝ જેવુ રડવા લાગે છે એટલે તેની પાસે બેસેલા દિલજીત તેને ચૂપ કરાવવાની કોશિશ કરે છે પરંતુ શહેનાઝ રડતા-રડતા પોતાના ચહેરાને હાથેથી ઢાંકી લે છે.

તૂટી ગઈ સિડનાઝની જોડી

તૂટી ગઈ સિડનાઝની જોડી

સોશિયલ મીડિયા સામે આવેલા આ વીડિયોએ ફરીથી ફેન્સને સિડનાઝની યાદ અપાવી દીધી. તમને જણાવી દઈએ કે હાલમાં શહેનાઝ ગિલે સિદ્ધાર્થ શુક્લા માટે એક ગીત પણ ડેડિકેટ કર્યુ હતુ જે ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતુ. શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા બંને બિગ બોસ 13માં નજીક આવ્યા હતા, શહેનાઝે ઘણી વાર સિદ્ધાર્થને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. જો કે તે હંમેશા સારા દોસ્ત ગણાવતા હતા. વળી, આ જોડીને તેના ફેન્સ 'સિડનાઝ' કહીને બોલાવતા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X