Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સિદ્ધાર્થ શુક્લાને અંતિમ વિદાય આપતી વખતે શહેનાઝના મુખે હતા શબ્દો, સાંભળીને તમે પણ રોઈ જશો

સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કારમાં શામેલ થનાર સંભાવના શેઠે શહેનાઝે શું પ્રતિક્રિયા આપી એ શેર કર્યુ છે.

મુંબઈઃ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના મોતના સમાચારે સૌને હચમચાવી મૂક્યા છે. અભિનેતાના ગયા બાદ તેની જીગરજાન દોસ્ત શહેનાઝ ગિલની હાલત ખરાબ છે. બિગ બૉસ 13ના વિજેતાના નિધન બાદ શહેનાઝ ગિલની દર્દનાક હાલત બધાના માટે હ્રદય કંપાવી દેનાર અને ચિંતાજનક છે. શુક્રવારે સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર માટે પહોંચેલી શહેનાઝ સતત રોતી રહી. તેને આ રીતે જોવી ખરેખર ખૂબ હ્રદયદ્રાવક હતુ. ઘણી હસ્તીઓએ પોતાનુ દુઃખ વ્યક્ત કર્યુ અને તેમાંથી અમુકે તેને વ્યક્તિગત રીતે મળ્યા બાદ તેની ભાવનાત્મક અને માનસિક સ્થિતિ વિશે વાત કરી. સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કારમાં શામેલ થનાર સંભાવના શેઠે શહેનાઝે શું પ્રતિક્રિયા આપી એ શેર કર્યુ છે.

શહેનાઝે જે કહ્યુ એ તમને તમને વધુ રડાવશે

શહેનાઝે જે કહ્યુ એ તમને તમને વધુ રડાવશે

ના કરને સિદ્ધાર્થ...કેમ મને હેરાન કરે છે...તુ 70ની થઈ જઈશ અને હું જીવતો ના હોઉ, તમે કંઈ પણ મુશ્કેલી હોય મને કૉલ કરજે.. આવી ગણી અગણિત સુંદર વાતો શહેનાઝ અને સિદ્ધાર્થે બિગ બૉસના ઘરમાં કરી હતી. બંને વચ્ચેનો શું સંબંઁધ હતો એ શહેનાઝે શો દરમિયાન જણાવી દીધુ હતુ. તેણે કહ્યુ હતુ - અમારી બંને વચ્ચે કંઈક તો છો, બસ કંઈક છે. પરંતુ જ્યારે સિદ્ધાર્થ શુક્લાના મોત બાદ શુક્રવારે તેના પાર્થિવ શરીરને ચિતા પર રાખવામાં આવ્યુ તો શહેનાઝ ગિલે જે કહ્યુ એ તમને રડાવી દેશે.

શહેનાઝે અંતિમ શબ્દો જે સિદ્ધાર્થને કહ્યા...

શહેનાઝે અંતિમ શબ્દો જે સિદ્ધાર્થને કહ્યા...

અભિનેત્રી સંભાવના સેઠે ઈટાઈમ્સને જણાવ્યુ, 'કેવી હાલતમાં સિદ્ધાર્થના પાર્થિવ શરીર પાસે શહેનાઝ બેઠી હતી અને તેના અંતિમ શબ્દો જે સિદ્ધાર્થને કહ્યા તે હતા - સિદ્ધાર્થ મેરા બચ્ચા...' સંભાવનાએ જણાવ્યુ સિદ્ધાર્થ મેરા બચ્ચા... શહેનાઝ સતત કહેતી રહી. સંભાવના સેઠે જણાવ્યુ જ્યારે ચિતાને અગ્નિદાહ આપવા માટે મંચ પર શરીર રાખતા પહેલા, બધાને અંતિમ સમ્માન આપવા માટે તેને થોડા સમય માટે રાખવામાં આવ્યુ હતુ. એ વખતે શહેનાઝ સિદ્ધાર્થના પગ પાસે બેસી ગઈ. ત્યારબાદ તેણે અહીં સુધીના અનુષ્ઠાનોમાં ભાગ લીધો.

મને શું ખબર હતી કે હવે અમે મળીશુ તો આ રીતે

મને શું ખબર હતી કે હવે અમે મળીશુ તો આ રીતે

અભિનેત્રી સંભાવના સેઠે બંનેને બિગ બૉસ 13માં બંનેને સાથે જોવા અંગે વાત કરી અને કહ્યુ કે સિદ્ધાર્થે ઘરની અંદર તેનુ સમ્માન કરવા માટે તેનો આભાર માન્યો હતો. મે બહારથી તેમનુ બહુ સમર્થન કર્યુ અને તેણે મને આના માટે આભાર વ્યક્ત કરવા માટે બોલાવી હતી. જ્યારે તેણે મને ફોન કર્યો તો તે વિંદુ સાથે બેઠા હતા. વિંદુએ કહ્યુ, 'આવો, ચલો પાર્ટી.' મે કહ્યુ - થોડા સમય પછી પાક્કુ. મને શું ખબર હતી કે હવે અમે મળીસુ તો આ રીતે મળીશુ.

સંભાવનાએ સિદ્ધાર્થની મા વિશે જણાવી આ વાત

સંભાવનાએ સિદ્ધાર્થની મા વિશે જણાવી આ વાત

સંભાવનાએ સિદ્ધાર્થની મા વિશે પણ વાત કરીને કહ્યુ કે તે મજબૂત રહેવાની કોશિશ કરી રહ્યા છે. તેણે કહ્યુ કે ધીમે-ધીમે સૌ જતા રહેશે ત્યારે માસી માટે બહુ મુશ્કેલ બની જશે. સિદ્ધાર્થના આકસ્મિક નિધનથી આખા દેશમાં શોકની લહેર છે. સૌ કોઈ તેને પ્રતિભાશાળી અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે જે હંમેશા યાદ રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X