B'da Special : અરુણને ગાયબ, તો સિદ્ધાર્થને સાકાર કર્યાં!

મુંબઈ, 6 ડિસેમ્બર : ભારતીય સિનેમા જગત માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર દુનિયામાં પોતાનો પરચો ફરકાવી રહ્યો છે. આજે ભારતીય કલાકારોની માંગ ભારતની બહાર પણ બહુ વધારે છે અને આ બધુ એટલા માટે છે, કારણ કે ભારતીય સિને જગતના સિતારાઓએ પણ વિદેશોમાં પોતાના કામ વડે પ્રશંસકોનો મોટો વર્ગ ઊભો કર્યો છે. એવા સિતારાઓમાં ભારતના એક જાણીતા શખ્સ શેખર કપૂરનો પણ સમાવેશ થાય છે કે જેમની ફિલ્મો ભારત જ નહીં, પણ ભારતની બહાર પણ બહુ પસંદ કરવામાં આવે છે અને વખણાય છે.

શેખર કપૂરનો આજે 68મો જન્મ દિવસ છે. સને 1975માં જાન હાજિર હૈ ફિલ્મ દ્વારા અભિનેતા તરીકે કૅરિયર શરૂ કરનાર શેખર કપૂર હાલમાં ઝી ટીવી અને દૂરદર્શન પર પ્રસારિત થતી બુદ્ધ સીરિયલમાં અસિત મુનિ તરીકે દેખાઈ રહ્યાં છે. જાન હાજિર હૈથી બુદ્ધ સુધીના આ કૅરિયર દરમિયાન શેખર કપૂર એક અભિનેતામાંથી એક જાણીતા ફિલ્મમેકર બની ચુક્યાં છે. આ એ જ શેખર કપૂર છે કે જેમણે મિસ્ટર ઇન્ડિયા ફિલ્મમાં અરુણ વર્મા (અનિલ કપૂર)ને ગાયબ કર્યા હતાં, તો હવે નાના પડદે સિદ્ધાર્થ (ગૌતમ બુદ્ધ)ને સાકાર કરવામાં પણ તેમની મહત્વની ભૂમિકા છે.

શેખર કપૂરને સૌથી વધુ લોકપ્રિયતા બૅન્ડિટ ક્વીન ફિલ્મથી મળી. 1994માં આવેલી આ ફિલ્મ ફૂલન દેવી પર આધારિત હતી. ફિલ્મનું દિગ્દર્શન શેખર કપૂરે કર્યુ હતું. આ પછી તેમણએ 1998માં એલિઝાબેથ ફિલ્મનું દિગ્દર્શન કર્યું કે જે ઇંગ્લૅન્ડના મહારાણી એલિઝાબેથના જીવન પર આધારિત હતી. આ ફિલ્મે શેખરને વિશ્વ પટલ ઉપર ઓળખ અપાવી અને તેમને 7 ઍકેમેડી ઍવૉર્ડ માટે નૉમિનેશન મળ્યું.

ચાલો તસવીરો સાથે શેખર કપૂર અંગે વધુ જાણીએ :

સીએ તરીકે કારકિર્દી

સીએ તરીકે કારકિર્દી

શેખર કપૂરનો જન્મ 6ઠી ડિસેમ્બર, 1945ના રોજ થયો હતો. તેમના પિતા એક ડૉક્ટર અને માતા એક સ્ટેજ આર્ટિસ્ટ હતાં. આ સાથે જ તેમનો પારિવારિક સંબંધ વિજય આનંદ અને દેવ આનંદ સાથે હતો. શેખરે નવી દિલ્હીમાં શિક્ષણ લીધું. 22 વર્ષની વયમાં તેમણે ચાર્ટર્ડ ઍકાઉંટેંટ તરીકે કારકિર્દી શરૂ કરી.

પહેલી ફિલ્મ જાન હાજિર હૈ

પહેલી ફિલ્મ જાન હાજિર હૈ

શેખર કપૂરે 1975માં ફિલ્મી કૅરિયર શરૂ કર્યું ફિલ્મ જાન હાજિર હૈ સાથે. આ પછી તેમણે ટૂટે ખિલૌને ફિલ્મમાં પણ કામ કર્યું.

દિગ્દર્શન ક્ષેત્રે

દિગ્દર્શન ક્ષેત્રે

અભિનય બાદ શેખરે દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવ્યું અને 1987માં મિસ્ટર ઇન્ડિયા ફિલ્મનું દિગ્દર્શન કર્યું કે જે ભારતીય સિને જગતની એક સફળતમ ફિલ્મ ગણાય છે.

આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ

આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ

મિસ્ટર ઇન્ડિયા પછી શેખર કપૂરે બૅન્ડિટ ક્વીન તથા એલિઝાબેથ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની યોગ્યતા સાબિત કરી. તે પછી તેમણે એલિઝાબેથની સિક્વલ એલિઝાબેથ ધ ગોલ્ડન એજ પણ બનાવી.

નાના પડદે

નાના પડદે

શેખર કપૂરે નાના પડદે પણ હાથ અજમાવ્યાં. તેમણે ટેલીવિઝન સીરિયલ ઉડાનમાં અભિનય પણ કર્યો. ઉપરાંત અનેક રિયલિટી શો જેમ કે ઇન્ડિયા ગૉટ ટૅલેંટનો પણ ભાગ બન્યાં. હાલમાં તેઓ બુદ્ધ સીરિયલના નિર્માણમાં સહયોગ કરી રહ્યાં છે અને તેમાં અસિત મુનિનો રોલ પણ ભજવી રહ્યાં છે.

પદ્મશ્રી

પદ્મશ્રી

સને 2000માં શેખર કપૂરને કળા જગતમાં ખાસ ફાળા બદલ પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યાં.

આગામી પ્રોજેક્ટ્સ

આગામી પ્રોજેક્ટ્સ

શેખર કપૂરની આગામી મહત્વની ફિલ્મોમાં પાની અને મિસ્ટર ઇન્ડિયા 2નો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X