શિલ્પા શેટ્ટીએ હોલિવુડના મોટા પ્રોજેક્ટ કેમ ઠુકરાવ્યા?

બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફરી એકવાર ફિલ્મોમાં કમબેક કરવા જઇ રહી છે. તેની ફિલ્મ 'હંગામા 2' રિલીઝ થવાની છે. આ ફિલ્મ બાદ શિલ્પા લગભગ 14 વર્ષે ફરીથી ફિલ્મમાં દેખાશે.

બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફરી એકવાર ફિલ્મોમાં કમબેક કરવા જઇ રહી છે. તેની ફિલ્મ 'હંગામા 2' રિલીઝ થવાની છે. આ ફિલ્મ બાદ શિલ્પા લગભગ 14 વર્ષે ફરીથી ફિલ્મમાં દેખાશે. આજે પણ શિલ્પા શેટ્ટી તેની ફિટનેસ અને ગ્લેમરસ અંદાજને કારણે બોલિવૂડની હિરોઇનોને ટક્કર આપે છે. લગભગ 14 વર્ષ બાદ શિલ્પાના ચાહકો તેને ફરીથી ફિલ્મોમાં જોવા ઉત્સુક છે. આ બાબતે વાત કરતા અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ જણાવ્યું કે, તેને હોલીવુડમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સની ઓફર હતી પરંતુ તેણે તે કરવાની ના પાડી.

શિલ્પા છેલ્લે 2007 માં લીડ રોલમાં દેખાઈ હતી

શિલ્પા છેલ્લે 2007 માં લીડ રોલમાં દેખાઈ હતી

શિલ્પા શેટ્ટીનું માનવામાં આવે તો, હિન્દી ફિલ્મોના તેમના 14 વર્ષના વિરામ દરમિયાન, તેને હોલીવુડના ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં ઓફર કરવા માટે સંપર્ક કરાયો હતો, પરંતુ તેને સ્પષ્ટપણે ઇન્કાર કર્યો. કારણ કે તે ઝડપી બદલાવ માટે તૈયાર નહોતી. શિલ્પા શેટ્ટી છેલ્લે વર્ષ 2007 માં 'લાઇફ ઇન એ મેટ્રો' અને ધર્મેન્દ્ર-અભિનીત ફિલ્મ 'અપને' માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. તે જ વર્ષે, શિલ્પા બ્રિટીશ રિયાલિટી ટીવી શો 'સેલિબ્રિટી બિગ બ્રધર' સિઝન 5 ની વિજેતા બનીને વિશ્વવિખ્યાત સેલિબ્રિટી બની હતી.

હોલિવુડના મોટા પ્રોજેક્ટ ઠુકરાવ્યા

હોલિવુડના મોટા પ્રોજેક્ટ ઠુકરાવ્યા

બ્રેક દરમિયાન શિલ્પા શેટ્ટી હિન્દી ફિલ્મોમાં 'ઓમ શાંતિ ઓમ' અને 'દોસ્તાના' જેવી ફિલ્મોમાં કેમિયો રોલમાં સાથે જોવા મળી હતી. એક મુલાકાતમાં અભિનેત્રીએ કહ્યું હતું કે તેને વચ્ચે ઘણી ઓફર્સ મળી હતી, જેમાં હોલીવુડમાં ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. શિલ્પા શેટ્ટીએ કહ્યું કે લોસ એન્જલસની ઓફર સ્વીકારવી મારા માટે મુશ્કેલ નિર્ણય નહોતો, કેમ કે હું અમેરિકામાં સ્થાયી થવા માંગતી નથી.

મુંબઈ છોડીને લોસ એન્જેલસ નથી જવુ

મુંબઈ છોડીને લોસ એન્જેલસ નથી જવુ

શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે 'મારો પુત્ર મારાથી ખૂબ ગુસ્સે હતો, કારણ કે મને કેટલીક મોટી ઓફર મળી હતી, પરંતુ મેં તેને સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો. કારણ કે અચાનક મુંબઈ છોડીને લોસ એન્જલસમાં સ્થાયી થવું એ મારી પહોંચમાં નહોતુ. શિલ્પાએ વધુમાં કહ્યું કે મને અહીં રહીને કામ કરવું ગમે છે. મેં એક મોટી ઓફર નકારી, પરંતુ મારી પાસે જે છે તેનાથી હું ખુશ છું. હું મારા કુટુંબને છોડવા અને એટલી ઝડપથી ફેરફાર કરવા તૈયાર નહોતી.

હંગામા-2 થી શિલ્પા ફરીથી પડદા પર દેખાશે

હંગામા-2 થી શિલ્પા ફરીથી પડદા પર દેખાશે

હોલીવુડમાં કામ કરવાના સવાલ પર શિલ્પાએ કહ્યું હતું કે કદાચ મારા બાળકો 15 વર્ષની થઈ જાય તો પણ હું કરવા જેવુ દેખાશે તો હું કરીશ. શિલ્પા હાલમાં 'નચ બલિયે' અને હાલમાં 'સુપર ડાન્સર'માં જજની ભૂમિકા નિભાવે છે. 'હંગામા 2' થી સ્ક્રીન પર પાછા ફરવા તૈયાર છે. પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 23 જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે.

1993 માં બાજીગર ફિલ્મથી શરૂઆત કરી

1993 માં બાજીગર ફિલ્મથી શરૂઆત કરી

1993 માં અબ્બાસ-મસ્તાનની થ્રીલર ફિલ્મ 'બાઝીગર'થી 17 વર્ષની ઉંમરે પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કર્યા પછી શિલ્પા શેટ્ટીએ ક્યારેય પાછું વળીને જોયુ નથી. શિલ્પાએ વેપારી રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે અને તેમના બે સંતાનોમાં પુત્ર વાયાન અને પુત્રી સમિશા છે. શિલ્પાની ઉંમર 46 વર્ષ છે, પરંતુ તેણે પોતાની જાતને ફીટ રાખી છે. આજની નવી અભિનેત્રીઓને પણ શિલ્પા ટક્કર આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X