ગોપીનાથ મુંડેના અકસ્માત મોતથી શોકમાં બૉલીવુડ
મંગળવાર સવારે ભારતના લોકો માટે એક મોટી દુખદ ઘટના ઘટી, આજે સવારે કાર અકસ્માતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા તથા કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી ગોપીનાથ મુંડેએ દુનિયાને અસમય અલવિદા કહી દિધું. ગોપીનાથ મુંડેની કારનો અકસ્માત સવારે લગભગ 6.30 વાગે દિલ્હી એરપોર્ટ રોડ પર થયો.
કહેવામાં આવી રહ્યું છે કે તેમની કારની અન્ય વાહન સાથે ટક્કર થઇ ગઇ, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા. તેમણે સફદરજંગ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. ડૉક્ટરોએ તેમને બચાવવાનો પુરો પ્રયત્ન કર્યો, પરંતુ તેમને બચાવી શકાયા નહી. ડૉક્ટરોએ તેમને સવારે આઠ વાગે મૃત જાહેર કરી દેવામાં આવ્યા.
મહારાષ્ટ્ર રાજકારણનો એક નામચીન ચહેરો રહી ચૂકેલા ગોપીનાથ મૂંડેના આસ્કમિક મોતે બૉલીવુડને હચમચાવી દિધું હતું. ફિલ્મી સિતારાઓએ ગોપીનાથ મુંડેના નિધન પર ઉંડો આધાત વ્યક્ત કર્યો છે. લોકોને વિશ્વાસ થઇ રહ્યો નથી કે ગોપીનાથ મુંડે હવે આ દુનિયામાં રહ્યાં નથી.
તમને જણાવી દઇએ કે ગોપીનાથ મુંડેનો અંતિમ સંસ્કાર રાજકીય નિયમોની સાથે મરાઠાવાડાના બીડ જિલ્લાના પરલી ગામમાં બુધવારે કરવામાં આવશે. તેમની લાશ વિશેષ વિમાન દ્વારા લાતૂર જિલ્લામાં લઇ જવામાં આવશે. ત્યાંથી અંતિમ સંસ્કાર માટે તેમની લાશને પરલી ગાંવ લઇ જવામાં આવશે. ફિલ્મી કલાકારોએ ટ્વિટર પર ગોપીનાથ મુંડેના નિધન પર ઉંડો શોક વ્યક્ત કરતાં તેમની આત્માની શાંતિ માટે ઉપરવાળાને પ્રાર્થના કરી છે.
આગળના સમાચાર સ્લાઇડરમાં જુઓ

અરશદ વારસી
ફિલ્મી સ્ટાર અરશદ વારસીએ ટ્વિટ કર્યું કે...ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠના નેતા તથા કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી ગોપીનાથ મુંડે રહ્યાં નથી...ઇશ્વર તેમની આત્માને શાંતિ આપે.

મહેશ ભટ્ટ
ગોપીનાથ મુંડે ખરેખરમાં એક જિંદાદિલ વ્યક્તિ હતા, ખરેખર તેમના જનાદેશ માટે મોટી ક્ષતિ છે.

ગુલ પનાગ
અસહનીય અને ભયાનક છે ગોપીનાથ મુંડેનું આમ જવું. ઉપરવાળો તેમની આત્માને શાંતિ આપે. સહનીય ક્ષતિ

મધુર ભંડારકર
એકદમ શોકિંગ ન્યૂઝ, ગોપીનાથ મુંડેજી એક સારા લીડર અને ધરતી પર રહેનાર વ્યક્તિ હતા, આજે ભારતે એક સારા લીડરને ગુમાવી દિધા.

રિતેશ દેશમુખ
મને એ વિશ્વાસ થઇ રહ્યો નથી, હું આધાતમાં છું, મુંડેજી મારા પિતાજીના ખાસ અંગત મિત્રોમાંના એક હતા, અસહનીય ક્ષતિ, સમજણ પડી નથી રહી શું કરૂ?

તુષાર કપૂર
અત્યાધિક અસહનીય ક્ષતિ, એકદમ દુર્ભાગ્યપૂર્ણ ઘટના, મુંડેજીની આત્માને શાંતિ મળે.












Click it and Unblock the Notifications
