• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shocking : ઐશ્વર્યા રાય પણ કાસ્ટિંગ કાઉચને વશ થયા હતાં? જુઓ Top 10 Controversies

By Super
|

મુંબઈ, 30 ઑગસ્ટ : બ્યૂટી ક્વીન બનવાથી લઈ બૉલીવુડ અભિનેત્રી બનવા સુધી અને ત્યાંથી બચ્ચન બહુ બનતા સુધી ઐશ્વર્યા રાય અનેક કારણોએ સતત ચર્ચામાં રહેતા આવ્યાં છે. ક્યારેક તેમના લવ-અફૅર, તો ક્યારેક તેમની પ્રેગ્નંસી, તો ક્યારેક જાડાપણના કારણે ઐશ ચર્ચામાં રહ્યા છે.

આજકાલ ઐશ્વર્યા રાય કમબૅક અંગે ચર્ચામાં છે, પરંતુ વિશ્વના મોસ્ટ બ્યુટીફુલ મહિલા ઐશ્વર્યા રાય સાથે અનેક વિવાદો પણ જોડાયેલા રહ્યા છે. દાખલા તરીકે ઐશના લગ્નથી બે સપ્તાહ પહેલા જ એક પુરુષે ઐશ વિરુદ્ધ માનસિક ત્રાસ આપ્યાનો કેસ કર્યો હતો. જોકે ઐશ્વર્યા રાય આજે અભિષેક બચ્ચન સાથે હૅપ્પી મૅરેડ લાઇફ જીવી રહ્યા છે.

ઐશ્વર્યા રાય સામે માનસિક ત્રાસનો આરોપ મૂકનારની ઓળક નિરોશન દેવપ્રિય તરીકે થઈ હતી કે જે શ્રીલંકાનો હતો. જોકે આ એક ખોટો કેસ સાબિત થયો હતો. અફવાઓ કે વિવાદો અહીં જ નહોતા થંભ્યા. થોડાક સમય અગાઉ ઐશ-અભિના છુટાછેડાની અટકળો પણ શરૂ થઈ હતી અને તેની પાછળનું કારણ ઐશ-જયા બચ્ચન વચ્ચેના ઝગડાને બતાવાયુ હતું.

ચાલો આજે આપને બતાવીએ ઐશ્વર્યા રાય સાથે જોડાયેલા ટૉપ 10 વિવાદો :

ઐશ-મનીષા વચ્ચે કૅટ ફાઇટ

ઐશ-મનીષા વચ્ચે કૅટ ફાઇટ

1994માં મનીષા કોઈરાલાએ કથિત રીતે કહ્યુ હતું કે તેમના તે વખતના બૉયફ્રેન્ડ રાજીવ મૂલચંદાણીએ તેમના (મનીષા) માટે ઐશને ઠુકરાવી દીધી હતી. ઐશે એક ટૅબ્લૉઇડને ઇંટરવ્યૂ દરમિયાન મનીષાને વળતો જવાબ આપ્યો હતો. જોકે પછી બંનેએ ક્યારેય એક-બીજાનો રસ્તો ક્રૉસ ન કર્યો.

ઐશ-સલમાન બ્રેક-અપ

ઐશ-સલમાન બ્રેક-અપ

હમ દિલ દે ચુકે સનમના શૂટિંગ દરમિયાન ઐશે સલમાન સાથ ડેટિંગ શરૂ કર્યુ હતું. બ્રેક-અપ બાદ ઐશે સલમાન સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાનો આરોપ લગાવ્યો હતો.

કાસ્ટિંગ કાઉચ વિવાદ

કાસ્ટિંગ કાઉચ વિવાદ

એક કુખ્યાત સ્ટિંગ ઑપરેશનમાં શક્તિ કપૂરે અંડરકવર રિપોર્ટને જણાવ્યુ હતું કે ઐશ્વર્યા રાય સુભાષ ઘઈ પાસેથી રોલ પ્રાપ્ત કરવા માટે કાસ્ટિંગ કાઉચને વશ થયા હતાં.

શાહરુખ-ઐશ ફાઇટ

શાહરુખ-ઐશ ફાઇટ

જો અફવાઓ પર ભરોસો કરીએ, તો ચલતે ચલતે ફિલ્મમાં શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાયને કાસ્ટ કરાયા હતાં, પરંતુ સલમાને ઐશનો યૂઝ કરી ફિલ્મમાં વિઘ્નો નાંખ્યા અને તેથી જ ચલતે ચલતેમાં ઐશના સ્થાને રાણી મુખર્જીને લેવાયાં.

ઐશ-વિવેક

ઐશ-વિવેક

સલમાન સાથે બ્રેક-અપ બાદ ઐશ અને વિવેક ઓબેરૉય વચ્ચે અફૅર શરૂ થયું. તે વખતે વિવેકે મીડિયા સામે ખુલાસો કર્યો હતો કે સલમાન ખાને તેમને ધમકી આપવા તરીકે 40 મિસ્ડ કૉલ કર્યા. વિવેકના આવા અવિવેકના પગલે ઐશે તેમને ઇમમૅચ્યોર (અપરિપક્વ) ગણાવ્યા હતાં.

કિસિંગ સીન્સનો વિરોધ

કિસિંગ સીન્સનો વિરોધ

કહે છે કે ધૂમ 2માં હૃતિક રોશન સાથે ઐશના હૉટ ઑન-સ્ક્રીન કિસિંગ સીન સામે તે વખતના તેમના બૉયફ્રેન્ડ અભિષેક બચ્ચન તથા તેમના પરિવારે વાંધો ઉઠાવ્યો હતો. કદાચ એટલે જ જોધા અકબર ફિલ્મમાં હૃતિક-ઐશ વચ્ચે એવા કોઈ સીન્સ નહોતાં.

અમિતાભ સાથે વિચિત્ર લિંક અપ

અમિતાભ સાથે વિચિત્ર લિંક અપ

કદાચ આ સૌથી વિચિત્ર વિવાદ હતો. કહે છે કે ઐશ્વર્યા રાય કથિત રીતે પોતાના સસરા અમિતાભ બચ્ચન સાથે ઇન્વૉલ્વ્ડ થયા હતાં. ઐશ મોટાભાગના મીડિયા ઇવેંટમાં અમિતાભ સાથે દેખાતા હતાં અને જયા બચ્ચન ક્યાંય નહોતા દેખાતાં.

વજન વધારા સામે ટીકાઓ

વજન વધારા સામે ટીકાઓ

ઐશ્વર્યા રાયે પુત્રી આરાધ્યાના જન્મના એક વર્ષ બાદ પણ પોતાનું વજન નહીં ઘટાડતા તેઓ મીડિયા અને ફૅશન જગતના લોકોની ટીકાઓનો ભોગ બન્યા હતાં. જોકે હવે તેઓ અગાઉના લુકમાં આવી ચુક્યા છે.

સોનમ-ઐશ ફાઇટ

સોનમ-ઐશ ફાઇટ

જ્યારે કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન લોરિયલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઐશ્વર્યાના સ્થાને સોનમ કપૂરે રેડ કારપેટ પર વૉક કર્યું, ત્યારે સોનમ ઐશને પાછુ વળીને આંટી તરીકે સંબોધતા કૅમેરે કેદ થયા હતાં.

સર્જરીની અફવાઓ

સર્જરીની અફવાઓ

તાજેતરમાં જ એવી અફવાઓ વહેતી થઈ હતી કે ઐશ્વર્યા રાયે ઘણી ફેસિયલ સર્જરીઓ કરાવી છે.

આ પણ વાંચો

આ પણ વાંચો

Latest TRP : કેબીસીનો સપાટો, દીયા ઔર બાતી હમનો રકાસ, તારક મહેતાની એન્ટ્રી...

English summary
Aishwarya Rai who is at the top with her cannes 2014 appearance has had some fo the most controversies in her life. Look at the most shocking controoversy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more