For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : રાજેશ, યશ, દારા... છોડી ગયાં ફાની દુનિયા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 ડિસેમ્બર : વર્ષ 2012માં અનેક બૉલીવુડ સ્ટાર્સ તથા સેલિબ્રિટીઝ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી ગઈ. આ જાણીતી હસ્તીઓના ફૅન્સ માટે એ વિચારી શકવું મુશ્કેલ હતું કે તેમના મનપસંદ એક્ટર હવે ક્યારેય સિલ્વર સ્ક્રીન ઉપર નહીં દેખાય અને તેઓ તેમને કાયમ માટે અલવિદા કહી ગયાં છે, પરંતુ આ સ્ટાર્સ દૂર થઈને પણ કાયમ પોતાના ફૅન્સના દિલમાં રહેશે અને તેમની યાદગાર એક્ટિંગ લોકોના હૃદયમાં વસી રહેશે.

બૉલીવુડ માટે સૌથી મોટો આંચકો હતો યાદગાર ફિલ્મમેકર યશ ચોપરાનું જવું. યશ ચોપરાનું 21મી ઑક્ટોબર, 2012ના રોજ ડેંગ્યુના પગલે નિધન થઈ ગયું. યશ ચોપરાએ સહાયક દિગ્દર્શક તરીકે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેમણે 1959માં ધૂલ કે ફૂલ ફિલ્મથી પોતાનું કૅરિયર શરૂ કર્યુ હતું. તેમની છેલ્લી ફિલ્મ હતી જબ તક હૈ જાન.

આ અગાઉ બૉલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના 18મી જુલાઈ, 2012ના રોજ ફાની દુનિયા છોડી ગયાં. રાજેશની ઉંમર 69 વર્ષની હતી અને તેમણે કૅંસરના પગલે મુંબઈમાં પોતાના ઘરમાં જ છેલ્લા શ્વાસ લીધાં. રાજેશ ખન્નાને ઘણાં વખતથી કૅંસર હતું. તેમની સારસંભાળ તેમના પત્ની ડિમ્પલ કાપડિયા અને બંને પુત્રીઓ રિંકી તેમજ ટ્વિંકલે કરી. રાજેશનું નિધન તેમના લિવ ઇન પાર્ટનર અનીતા અડવાણીના કારણે ખૂબ ચર્ચામાં રહ્યું.

આવો આપણે તસવીરો વડે જાણીએ કે 2012માં કઈ જાણીતી હસ્તીઓએ કહી અલવિદા.

રાજેશ ખન્ના

રાજેશ ખન્ના

બૉલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાએ 180 ફિલ્મોમાં કામ કર્યુ હતું. તેમાં 163 ફીચર ફિલ્મો અને 17 શૉર્ટ ફિલ્મો છે. 18મી જુલાઈના રોજ તેમનું નિધન થયું. અમિતાભ બચ્ચને જણાવ્યું કે જતાં-જતાં રાજેશ ખન્નાના છેલ્લા શબ્દો હતાં પૅક અપ.

યશ ચોપરા

યશ ચોપરા

યશ ચોપરા 1965માં રિલીઝ ફિલ્મ વક્ત સાથે બૉલીવુડના સફળ દિગ્દર્શક બન્યાં. 21મી ઑક્ટોબરના રોજ તેમનું નિધન થયું. તેમની દિગ્દર્શક તરીકેની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન હતી. તેમાં શાહરુખ ખાન અને કૅટરીના કૈફ તથા અનુષ્કા શર્મા હતાં.

તરુણી સચદેવ

તરુણી સચદેવ

તરુણી સચદેવ એક ચાઇલ્ડ એક્ટર હતી. તરુણી અને તેમના માતા ગીતા સચદેવનું 14મી મેના રોજ જોમસમ ઍરપોર્ટ ખાતે થયેલ વિમાન અકસ્માતમાં મોત થયુ હતું. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા હતાં.

જસપાલ ભટ્ટી

જસપાલ ભટ્ટી

જસપાલ ભટ્ટી એક ફેમસ કૉમેડિયન હતાં. તેઓ ટેલીવિઝન શો ફ્લૉપ શો માટે જાણીતા થયા હતાં. 25મી ઑક્ટોબરના રોજ એક કાર અકસ્માતમાં તેમનું નિધન થયુ હતું.

દારા સિંહ

દારા સિંહ

દારા સિંહે પોતાનું એક્ટિંગ કૅરિયર 1952માં શરૂ કર્યુ હતું અને તેઓ પ્રથમ સ્પોર્ટ્સમૅન હતાં કે જેઓ રાજ્યસભા માટે નૉમિનેટ કરાયા હતાં. તેમનું નિધન 12મી જુલાઈના રોજ થયુ હતું.

અચલા સચદેવ

અચલા સચદેવ

અચલા સચદેવનું નિધન 30મી એપ્રિલના રોજ થયું. તેમણે ચાઇલ્ડ એક્ટર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. પછી તેઓ માતા અને દાદી જેવા પાત્રો માટે જાણીતા થયાં.

એ. કે. હંગલ

એ. કે. હંગલ

એક્ટર એ. કે. હંગલે લગભગ 225 ફિલ્મોમાં કામ કર્યું. તેઓ લાંબા વખતથી માંદા હતાં. 26મી ઑગસ્ટના રોજ તેમનું અવસાન થયું.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X