રિતિક રોશન અને રણબીર કપૂર વચ્ચે શું છે સમાનતા?
વિચારમાં પડી ગયાને કે રિતિક રોશન અને રણબીર કપૂર વચ્ચે શું સમાનતા હોઇ શકે. એક્ચ્યૂલી અમે જ્યારે રિતિક રોશન અને રણબીર કપૂરના કેરિયરનું પોસ્ટમોર્ટમ કર્યું તો તેના પછી અમને જે સબૂત મળ્યા છે તે મુજબ તો આ બન્ને હિરો વચ્ચે છે ખૂબ જ સમાનતા.
આ બન્ને એક્ટર છે સુપર ટેલેન્ટેડ અને આ બન્નેએ બોલીવૂડમાં ઊભી કરી છે પોતાની એક ખાસ જગ્યા. એટલું જ નહીં એક વખત હતો જ્યારે
તમામ મોટા બેનર તેમની જોડે કામ કરવા માંગતા હતા અને આજે અન્ય નવા સ્ટાર આવતા તેમની જગ્યા થોડી હલી ગઇ હોય તેવું પણ લાગે છે.
ત્યારે રિતિક રોશવ અને રણબીર કપૂર વચ્ચે શું શું સમાનતા છે તે જોવા માટે જુઓ આ ફોટોસ્લાઇડર...

પોસ્ટર
આ મામલો આ પોસ્ટરથી શરૂ થયો જેમાં રણબીર એકદમ રિતિકની સ્ટાઇલમાં પોઝ આપીને ઉભા છે. બોમ્બે વેલવેટનું આ પોસ્ટર અને બેંગ બેગના પોસ્ટરમાં છે ખૂબ જ સમાનતા.

લક્ષ્ય = વેક અપ સિડ
એટલું જ નહીં વેક અપ સિડ અને લક્ષ્યની સ્ટોરી લાઇન, બન્નેની એક્ટિંગ અને સ્ટાઇલમાં પણ ભારે સમાનતા જોવા મળે છે.

બેસ્ટ ફ્રેન્ડ
વેક અપ સિડના ડાયરેક્ટર અયાન મુખર્જી પર રણબીર કપૂર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. તો બીજી તરફ આવી જ મિત્રતા ફરહાન અખ્તર અને રિતિક રોશન વચ્ચે પણ છે.

યશ રાજ રોમાંસ
એક સમયે આ બન્ને એક્ટરોને સમજાયું કે યશ રાજ જેવી ફિલ્મમાં રોમાંસ કરીને કેરિયર બનશે નહીં એટલે જ રણબીરે બચના એ હસીનો અને રિતિકે મુઝસે દોસ્તી કરોગી જેવી ફિલ્મો કરીને પોતાનો કેરિયર ટ્રેક બદલ્યો.

ઓફ બીટ ફિલ્મો
રણવીરે રોકસ્ટાર અને રિતિકે ગુજારિશ જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગની ટેલેન્ટ દેખાડી.

શોક બ્રેકઅપ
રણબીર અને દિપિકાનું જ્યારે બ્રેક અપ થયું અને રિતિક અને સુઝાનનું જ્યારે બ્રેક અપ થયું ત્યારે આખું બોલીવૂડ શોક ખાઇ ગયું હતું.












Click it and Unblock the Notifications
