કોની આંખો લઈ અવતરી છે શ્રદ્ધા? 10 Unknown Facts

મુંબઈ, 10 જુલાઈ : શ્રદ્ધા કપૂર... બૉલીવુડમાં હવે આ નામ અજાણ્યુ નથી. આ નામને હવે કોઈ ઓળખની જરૂર નથી. એક સમયે બૉલીવુડના પ્રખ્યાત ખલનાયક શક્તિ કપૂરના પુત્રી તરીકેની ઓળખ ધરાવતા અને પહેલી જ ફિલ્મ તીન પત્તી તથા પછીની લવ કા ધ એન્ડ ફિલ્મ પણ ફ્લૉપ જતા શ્રદ્ધા કપૂર માટે બૉલીવુડના ચઢાણ કપરા થઈ પડ્યા હતાં, પરંતુ આજે તો શ્રદ્ધા કપૂર આશિકી 2 ગર્લ બની ચુક્યાં છે અને હાલ એક વિલન ફિલ્મની સફળતા ઉજવી રહ્યાં છે.

ફ્લૉપ ફિલ્મો સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યા છતાં શ્રદ્ધા કપૂરને પોતાની ફિલ્મોની પસંદગી અંગે કોઈ અફસોસ નથી. આજે શ્રદ્ધા બૉલીવુડના સફળ અભિનેત્રીઓમાં સામેલ થઈ ચુક્યાં છે. શરુઆતી ફિલ્મો ફ્લૉપ થયા બાદ શ્રદ્ધા કપૂરને ભટ્ટ કૅમ્પની આશિકી ફિલ્મની સિક્વલ આશિકી 2એ માત્ર શાનદાર સફળતા જ નથી અપાવી, પણ નવી ઓળખ પણ અપાવી છે. આશિકી 2માં શ્રદ્ધાના હીરો આદિત્ય રૉય કપૂર હતાં, તો ફિલ્મનું દિગ્દર્શન મોહિત સુરીએ કર્યુ હતું. તે જ મોહિત સુરીની વધુ એક ફિલ્મ એક વિલન દ્વારા શ્રદ્ધા કપૂર વધુ એક સફળતાની ઉજવણી કરી રહ્યાં છે.

ચાલો તસવીરો સાથે જાણીએ શ્રદ્ધા કપૂર વિશે 10 Unknown Facts :

કોની છે આંખો?

કોની છે આંખો?

આ તસવીરમાં આપ બે વ્યક્તિઓની આંખો જોઈ શકો છો. આ આંખો બે અભિનેત્રીઓની છે. આજની પેઢીના વાચકો ચોક્કસ એક અભિનેત્રીની આંખ તરત જ ઓળખી લેશે અને ફટાક કરીને જવાબ આપશે કે તે અભિનેત્રી શ્રદ્ધા કપૂર છે, પરંતુ શ્રદ્ધાની આંખો જે અભિનેત્રીની આંખોથી મળતી આવે છે, તે અભિનેત્રી કોણ છે?

માસી પર ગઈ છે શ્રદ્ધા

માસી પર ગઈ છે શ્રદ્ધા

જવાબ છે પદ્મિન કોલ્હાપુરે. હા જી, શ્રદ્ધા કપૂરની આંખો જોઈ કોઈ પણ કહી શકે કે તેમની આંખો પદ્મિની કોલ્હાપુરેની આંખો સાથે મળતી આવે છે અને તેનું કારણ એ છે કે પદ્મિની કોલ્હાપુરે શ્રદ્ધાના સગા માસી થાય છે. શ્રદ્ધાના માતા શિવાંગી કોલ્હાપુરે પદ્મિની કોલ્હાપુરે સગા નાના બહેન છે.

ફિલ્મી બૅકગ્રાઉન્ડ

ફિલ્મી બૅકગ્રાઉન્ડ

શ્રદ્ધા કપૂર સ્ટાર સંતાન છે એટલે કે શ્રદ્ધા કપૂરનું બૅકગ્રાઉન્ડ ફિલ્મી છે. એ તો સૌ જાણે જ છે કે શ્રદ્ધાના પિતા શક્તિ કપૂર બૉલીવુડના જાણીતા ખલનાયક છે, તો શ્રદ્ધાના ભાઈ સિદ્ધાર્થ કપૂર સહાયક દિગ્દર્શક છે અને તેમણે શૂટઆઉટ એટ લોખંડવાલા ફિલ્મ દ્વારા અભિનય ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે.

બૉલીવુડ ડેબ્યુ

બૉલીવુડ ડેબ્યુ

મોટાભાગના લોકો એમ સમજે છે કે શ્રદ્ધા કપૂરે 2013માં આશિકી 2 ફિલ્મ સાથે બૉલીવુડ ડેબ્યુ કર્યુ છે, પરંતુ શ્રદ્ધા ત્રણ વર્ષ અગાઉ 2010માં આવેલી તીન પત્તી ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરી ચુક્યા હતાં. તેઓ પછી લવ કા ધ એન્ડ ફિલ્મમાં પણ દેખાયા હતાં.

બોસ્ટન રિટર્ન શ્રદ્ધા

બોસ્ટન રિટર્ન શ્રદ્ધા

શ્રદ્ધા કપૂર શરુઆતથી જ અભિનેત્રી બનવા માંગતા હતાં અને એટલે જ શ્રદ્ધાએ બોસ્ટન યુનિવર્સિટીમાં ચાલુ અભ્યાસ પડતો મૂક્યો અને મુંબઈ આવી ગયાં.

બ્રાન્ડ એમ્બેસેડર

બ્રાન્ડ એમ્બેસેડર

શ્રદ્ધા કપૂર વેસેલીન અને લૅક્મે ઇન્ડિયાના ઑફિસિયલ બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

ટાઇટન રાગા

ટાઇટન રાગા

શ્રદ્ધાએ ગત વર્ષે ટાઇટન રાગાના નવા પર્લ કલેક્શનનું અનાવરણ પણ કર્યુ હતું.

ફૅવરિટ સ્ટાર્સ

ફૅવરિટ સ્ટાર્સ

આમિર ખાન અને અમિતાભ બચ્ચન શ્રદ્ધાના ફૅવરિટ એક્ટર્સ છે. પોતે અભિનેત્રી હોવા છતાં શ્રદ્ધા કપૂર પ્રિયંકા ચોપરા અને નૂતનના ફૅન છે.

ફૅવરિટ ડિશ

ફૅવરિટ ડિશ

શ્રદ્ધા કપૂર સુશી રોલ્સ પસંદ કરે છે.

તાણમાં હૉટ ટી

તાણમાં હૉટ ટી

શ્રદ્ધા કપૂર જ્યારે તાણ અનુભવે છે, ત્યારે તેઓ હૉટ ટીની ચુસકી લગાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X