શ્રદ્ધા કપૂરના ફેન્સ માટે સારા સમાચાર, જાણો અહીં...
ટેલિવિઝનથી બોલિવૂડમાં જવું દરેક સેલેબ્રીટીનું સપનું હોઈ છે. પરંતુ ઘણા બોલિવૂડ સ્ટાર એવા પણ છે જેઓ ટેલિવિઝન તરફ વળ્યાં છે. અનિલ કપૂર, સોનાલી બેન્દ્રે તેવા સ્ટારમાં આવે છે. પરંતુ હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાવવા જઈ રહ્યું છે અને તે નામ છે શ્રદ્ધા કપૂર.
શ્રદ્ધા કપૂર આપણે હવે નાના પરદે જોવા મળી શકે છે. રિપોર્ટ અનુસાર શ્રદ્ધા કપૂર એક મ્યુઝિક રિયાલિટી શૉ ઘ્વારા ટેલિવિઝનમાં પ્રવેશ કરશે. શ્રદ્ધા કપૂરને "રો સ્ટાર" ની જજ પેનલમાં અરિજિત સિંહ સાથે જોડાવવાનું કહેવામાં આવ્યું છે.

સૂત્રોનું માન્યે તો અરિજિત સિંહ આ શૉમાં સાદગી સાથે કન્ટેસ્ટન્ટનું માર્ગદર્શન કરશે તો શ્રદ્ધા કપૂર શૉમાં ગ્લેમરનો તડકો લગાવશે. આપણે જણાવી દઈએ કે હાલ તો શ્રદ્ધા કપૂર દક્ષીણ આફ્રિકામાં હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. તેના પાછા આવતાની સાથે જ શૂટિંગ શરૂ કરી દેવામાં આવશે.

શ્રદ્ધા કપૂર આ શૉ માટે યોગ્ય પસંદ સાબિત થશે. આપણે જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર એક સારી સિંગર પણ છે. તેમને ફિલ્મ એક વિલનમાં "તેરી ગલિયા" સોન્ગ પણ ગાયું હતું. જે ઘણું જ ફેમસ થયું હતું. રો સ્ટારનું સીધું પ્રસારણ લાઈફ ઓકે પર થશે.












Click it and Unblock the Notifications
