Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : પરિસુશના 27 કિસિંગ સીન, આ વળી કેવું શુદ્ધ દેસી રોમાંસ

મુંબઈ, 29 ઑગસ્ટ : પરિસુશ એટલે કે પરિણીતી ચોપરા અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ શુદ્ધ દેસી રોમાંસમાં ઘણું બધું એવું દેખાશે કે જે જરાય દેસી નથી. પહેલાં તો આ ફિલ્મ જ લિવ ઇન રિલેશનશિપ ઉપર આધારિત છે કે જે બાબત દેસી નથી અને બીજી તરફ ફિલ્મમાં પરિસુશના પૂરા 27 કિસિંગ સીન્સ છે કે જે દેસી લોકોને ભાગ્યે જ દેસી લાગશે.

શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મમાં પરિસુશ લિવ ઇન પાર્ટનર્સ બન્યાં છે, પરંતુ પરિણીતી ચોપરા અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે અનેક ઇંટીમેટ સીન્સ પણ શૂટ કરાયાં છે. જ્યારે આ અંગે પરિણીતીને પૂછાયું, તો તેમણે જણાવ્યું - પ્લીઝ ચીપ શબ્દોનો ઉપયોગ ન કરો. એમ તો ફિલ્મનું નામ શુદ્ધ દેસી રોમાંસ છે, પણ ફિલ્મમાં કંઈ પણ શુદ્ધ કે દેસી નજર નથી આવતું.

પરિણીતીએ ફિલ્મના પ્રમોશન દરમિયાન અનેક વાર લખ્યું કે તેઓ ક્યારેય અંગ પ્રદર્શન વડે સફળતાની ઉંચાઇએ પહોંચવા નથી માંગતા, પણ તેઓ બોલ્ડનેસ બતાવી કદાચ એવું જ કંઈક કરવાની ફિરાકમાં છે. પરિણીતી ચોપરાની એક બોલ્ડ એક્ટ્રેસની ઇમેજ બની ચુકી છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

શુદ્ધ દેસી રોમાંસની થીમ ગમી

શુદ્ધ દેસી રોમાંસની થીમ ગમી

પરિણીતીએ જણાવ્યું - મને શુદ્ધ દેસી રોમાંસની સ્ક્રિપ્ટ અને થીમ એટલી ગમી કે મેં ફિલ્મ કરવા માટે હા કહી દીધી. ફિલ્મમાં પોતાના રોલ અંગે તેમણે જણાવ્યું કે આ વખતનો રોલ સૌથી જુદો છે. લોકો કહે છે કે હું બહુ તેજ અને બબલી છોકરી છું, પણ ફિલ્મમાં મારો રોલ એવો બિલ્કુલ નથી.

ડબલ સ્ટૅન્ડર્ડ ધરાવતાં લોકો

ડબલ સ્ટૅન્ડર્ડ ધરાવતાં લોકો

પરિણીતીએ જણાવ્યું - ઇન્ડિયામાં લોકો બહુ જ ડબલ સ્ટૅન્ડર્ડ ધરાવે છે. જો હું દિવસે કોઈને મળુ તો કંઈ વાધો નથી, પણ રાત્રે મળું તો ખોટું. અરે લોકો તો દિવસે પણ સેક્સ કરે જ છે ને. મને લાગે છે કે ઇન્ડિયામાં લોકો બહુ જ ડબલ વિચારસરણી ધરાવે છે. આ તો દરેકની પોતાની વિચારસરણી છે અને તેમનો ફેંસલો છે અને સેક્સનો મૅરેજ સર્ટિફિકેટ સાથે શો સમ્બંધ?

સુશાંતે નથી છુપાવી અંકિતાથી કિસ

સુશાંતે નથી છુપાવી અંકિતાથી કિસ

સુશાંતે જણાવ્યું - કાશ હું એવું કરી શક્યો હોત, પણ મેં અંકિતાથી કંઈ પણ નથી છુપાવ્યું. તેને મારા અને પરિણીતીના રોમાંસ અંગે બધુ ખબર હતી. અગાઉ થી જ. તેથી હું બધુ શૅર કરુ છું.

હું સોસાયટી માટે નથી જીવતી

હું સોસાયટી માટે નથી જીવતી

પરિણીતી કહે છે - હું સોસાયટી માટે નથી જીવતી. મને તેનાથી કોઈ ફરક નથી પડતો કે સોસાયટી મારા અંગે શું વિચારે છે. હું કંઈ પણ ગેરકાયદે કામ નથી કરતી. હું તે કરુ છું, જે મારૂં દિલ ઇચ્છે છે. હું એક છોકરાને પ્રેમ કરુ છું અને તેની સાથે રહેવા માંગુ છું. તેમાં કંઈ ખોટું નથી.

શુદ્ધ દેસી રોમાંસ છે રાબેતા મુજબનો રોમાંસ

શુદ્ધ દેસી રોમાંસ છે રાબેતા મુજબનો રોમાંસ

મારા હિસાબે શુદ્ધ દેસી રોમાંસનો મતલબ છે રાબેતા મુજબનો રોમાંસ. એવું નથી કે છોકરો આવી રહ્યો છે અને આપને ગુલાબ આપી રહ્યો છે, ગીત ગાઈ રહ્યો છે. એવું ડેઇલી રૂટીનમાં નથી થતું. મારા ડૅડ પણ એવાં જ છે કે જેઓ રીયલ રોમાંસ કરે છે. તેમણે આજ સુધી મારી માતાને આઈ લવ યૂ નથી કહ્યું. તેઓ રીયલ રોમાંસ કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X