સુશાંત કેસઃ શ્રુતિ મોદીએ CBI સામે ખોલ્યા ઘણા રાઝ, રિયાની વધી શકે મુશ્કેલીઓ

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે શ્રુતિ મોદીએ આજે સીબીઆઈને આપેલા નિવેદનમાં ઘણી વાતો કહી છે.

નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે શ્રુતિ મોદીએ આજે સીબીઆઈને આપેલા નિવેદનમાં ઘણી વાતો કહી છે. સીબીઆઈ સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીની સોમવાર બાદ આજે ફરીથી પૂછપરછ કરી રહી છે. શ્રુતિ મોદીએ સીબીઆઈ સામે પોતાના નિવેદનમાં સુશાંતને દવા આપવા અંગે થઈ રહેલા સવાલોથી પાલવ ઝાટકી લીધો છે. શ્રુતિએ કહ્યુ છે કે સુશાંતના ખર્ચ અને દવા લેવા વિશેના બધા નિર્ણયો રિયા ચક્રવર્તી કરતી હતી.

હું પાર્સલ પહોંચાડતી હતીઃ શ્રુતિ

હું પાર્સલ પહોંચાડતી હતીઃ શ્રુતિ

શ્રુતિએ પોતાના નિવેદનમાં સીબીઆઈને કહ્યુ છે કે તેણે ક્યારેય સુશાંતને કોઈ દવા નથી આપી, ના તો તેની સાથે ક્યારેય કોઈ ડૉક્ટર પાસે ગઈ. સુશાંત માટે જે પણ પાર્સલ આવતા હતા તેને પહોંચાડવા સુધીનુ કામ તે કરતી હતી. સુશાંતની દવાઓ અને ડૉક્ટર સાથે જોડાયેલા જે મામલા હતા તે રિયા જોઈ રહી હતી. શ્રુતિએ કહ્યુ કે રિયા જ સુશાંતના પૈસાનો બધો હિસાબ રાખતી હતી અને તે જ સુશાંતના પ્રોજેક્ટ પણ નક્કી કરતી હતી.

સુશાંતની બહેન અને શ્રુતિ મોદીની વૉટ્સએપ ચેટ થઈ છે વાયરલ

સુશાંતની બહેન અને શ્રુતિ મોદીની વૉટ્સએપ ચેટ થઈ છે વાયરલ

હાલમાં જ સુશાંતની બહેન નીતુ સિંહ અને શ્રુતિ મોદી વચ્ચે એક કથિત ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ચેટમાં નીતુ સિંહ અને શ્રુતિ મોદી સુશાંત સિંહ રાજપૂતને અપાતી દવાઓના પ્રિસ્ક્રિપ્શન વિશે વાત કરી રહ્યા છે. નીતુ શ્રુતિ પાસે બધા ડૉક્ટરો દ્વારા અપાતી સુશાંતની દવાઓની ડિટેલ માંગી રહી છે. સાથે જ તે શ્રુતિને કહે છે કે તે ડૉક્ટરને મળવા પણ માંગે છે. ત્યારબાદ શ્રુતિ તેને પ્રિસ્ક્રિપ્શન અને ડૉક્ટરની ડિટેલ મોકલે છે. આ ચેટ ગયા નવેમ્બરની જણાવવામાં આવી રહી છે. જો કે હવે સામે આવી રહ્યુ છે કે શ્રુતિએ આ રીતની માહિતી હોવાનો ઈનકાર કર્યો છે.

શ્રુતિના વકીલે કહ્યુ - સુશાંતનો પરિવાર જાણતો હતો ડ્રગ્ઝની વાત

શ્રુતિના વકીલે કહ્યુ - સુશાંતનો પરિવાર જાણતો હતો ડ્રગ્ઝની વાત

શ્રુતિ મોદીના વકીલ અશોક સરાવગીએ એ પણ દાવો કર્યો છે કે સુશાંતની બહેનો પણ એ પાર્ટીઓમાં શામેલ થતી હતી જેમાં ડ્રગ્ઝનો ઉપયોગ કરવામાં આવતો હતો. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યુ કે સુશાંતની મુંબઈવાળી બહેન દારુની ખૂબ શોખીન હતી. તે ડ્રગ્ઝ પાર્ટીનો પણ હિસ્સો હતી. એટલુ જ નહિ સુશાંતના પરિવારને એ પણ માહિતી હતી કે તે ડ્રગ્ઝ લઈ રહ્યા હતા. તેનુ કહેવુ છે કે ડ્રગ્ઝ લેવાના કારણે સુશાંતનુ કરિયર સતત બગડી રહ્યુ હતુ. જેનાથી તે પરેશાન હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X