બીમાર શાહરુખે જોઈ ડીડીએલજે અને ચેન્નઈ એક્સપ્રેસ
મુંબઈ, 21 ઑક્ટોબર : શાહરુખ ખાન આજકાલ તાવની ચપેટમાં છે અને પોતાના ઘરે આરામ ફરમાવી રહ્યાં છે, પરંતુ આપ જાણો છો કે બીમાર કિંગ ખાન ઘરે શું કરી રહ્યાં છે? તો સાંભળો શાહરુખ પોતે પોતાની ફિલ્મો ટેલીવિઝન ઉપર જોઈ રહ્યાં છે. ડૉન, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી ફિલ્મો જોઈ ટાઇમ પાસ કરી રહ્યાં છે બાદશાહ.

નોંધનીય છે કે શાહરુખ ખાન તાવથી પીડાય છે અને તેમાંથી જલ્દીથી છુટકારો પામવા માંગે છે. શાહરુખે પોતાના મિત્ર ફરાહ ખાનની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મનું શૂટિંગ પૂરૂ કરવું છે કે જેમાં તેમની સાથે દીપિકા પાદુકોણે અને અભિષેક બચ્ચન છે. ફિલ્મનું અડધું શૂટિંગ દુબઈ ખાતે થઈ ચુક્યું છે અને અડધું ભારતમાં થવાનું છે.












Click it and Unblock the Notifications
