Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : સિદ્ધાર્થને ઇશ્ક માટે પરિણીતી નહીં, દીપિકા-કરીના જોઇએ!

મુંબઈ, 5 ફેબ્રુઆરી : માત્ર એક ફિલ્મ જૂના હીરો સિદ્ધાર્થ મલ્હોત્રાની બીજી ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું નામ હસી તો ફસી છે. આ રોમાંટિક-કૉમેડી ફિલ્મમાં સિદ્ધાર્થની જોડી પરિણીતી ચોપરા સાથે છે. ફિલ્મનું પ્રમોશન જોરદાર રીતે ચાલી રહ્યું છે. ફિલ્મના ગીતો અગાઉથી જ ટૉપ ટેનમાં સ્થાન બનાવી ચુક્યાં છે. ફિલ્મમાં સિદ્ધાર્થ-પરિણીતીની કૅમેસ્ટ્રી પણ સારી અને નવી લાગી રહી છે.

પરંતુ યુવા દિલોના ધબકાર સિદ્ધાર્થ મલ્હોત્રા કંઇક અલગ જ વિચારે છે. સિદ્ધાર્થને પરિણીતી ચોપરા સાથે રોમાંસ કરતા મજા નથી આવી. સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મમાં અને ફિલ્મના પ્રમોશનમાં તો પરિણીતી ચોપરાની બાહોમાં બાહો નાંખી ફરી રહ્યાં છે, પરંતુ તેમના દિલમાં તો કોઈ ઓર જ છે. સિદ્ધાર્થ-પરિણીતીએ તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશન માટે કૉમેડી વિથ કપિલ નાઇટ્સ જેવા ટેલીવિઝન શો ઉપરાંત મુંબઈ, થાણે અને દિલ્હીના પ્રવાસો કર્યા છે, પરંતુ કોણ છે સિદ્ધાર્થના દિલમાં?

ચાલો પ્રમોશનની તસવીરો સાથે જાણીએ સિદ્ધાર્થના દિલની વાત :

કરીના-દીપિકા સાથે રોમાંસની ઇચ્છા

કરીના-દીપિકા સાથે રોમાંસની ઇચ્છા

સિદ્ધાર્થના દિલમાં કંઇક ઓર જ ચાલી રહ્યું છે અને તેનાથી સ્પષ્ટ છે કે તેમને પરિણીતી ચોપરા સાથે રોમાંસ કરતા મજા નથી આવી. એટલે જ તો તેઓ કહેતા ફરે છે કે તેઓ પડદા ઉપર કરીના-દીપિકા સાથે રોમાંસ કરવા માંગે છે.

ફૅન છે સિદ્ધાર્થ

ફૅન છે સિદ્ધાર્થ

સિદ્ધાર્થ કહે છે કે તેઓ શરુઆતથી જ કરીના-દીપિકા બંનેના ફૅન રહ્યાં છે.

જૂની પિછાણ

જૂની પિછાણ

સિદ્ધાર્થે જણાવ્યું - હું દીપિકા પાદુકોણેને મૉડેલિંગના દિવસોથી જાણુ છું.

દીપિકાથી ઇમ્પ્રેસ

દીપિકાથી ઇમ્પ્રેસ

સિદ્ધાર્થ મલ્હોત્રા દીપિકા પાદુકોણેથી બહુ ઇમ્પ્રેસ છે.

નવી પિછાણ

નવી પિછાણ

સિદ્ધાર્થ કહે છે કે કરીના કપૂરને તેઓ પોતે ફિલ્મોમાં આવ્યા બાદથી ઓળખે છે અને મળ્યાં છે.

ક્યૂટ-હૉટ કરીના

ક્યૂટ-હૉટ કરીના

સિદ્ધાર્થના જણાવ્યા મુજબ કરીના કપૂર ઑન-ઑફ બંને જગ્યાએ ખૂબ ક્યૂટ અને હૉટ છે.

બંને પસંદ

બંને પસંદ

સિદ્ધાર્થે જણાવ્યું - મને બંને અભિનેત્રીઓ પસંદ છે.

બંને સાથે રોમાંસ

બંને સાથે રોમાંસ

તેઓ કહે છે - એટલે જ હું પોતાની રોમાંટિક ફિલ્મોમાં આ જ બંને અભિનેત્રીઓ સાથે રોમાંસ કરવા માંગુ છું.

ક્યારે પૂરૂ થશે સ્વપ્ન

ક્યારે પૂરૂ થશે સ્વપ્ન

સિદ્ધાર્થે જણાવ્યું - જોઇએ હવે મારૂં સપનુ ક્યારે પૂરૂ થાય છે.

પ્રમોશનમાં વ્યસ્ત

પ્રમોશનમાં વ્યસ્ત

હાલ તો સિદ્ધાર્થ મલ્હોત્રા હસી તો ફસીના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમની સાથે પરિણીતી ચોપરા પણ વ્યસ્ત છે.

એસઓટીવાયથી એંટ્રી

એસઓટીવાયથી એંટ્રી

સિદ્ધાર્થે કરણ જૌહરની સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડમાં સફળ એન્ટ્રી કરી હતી.

નશો નથી કરતાં સિદ્ધાર્થ

નશો નથી કરતાં સિદ્ધાર્થ

પોતાની ફિટનેસ અંગે સિદ્ધાર્થે જણાવ્યું - હું હૅલ્થી લાઇફ જીવુ છું અને દારૂનો નશો નથી કરતો.

સારા યુવાનની ભૂમિકા

સારા યુવાનની ભૂમિકા

સિદ્ધાર્થ મલ્હોત્રા હસી તો ફસી ફિલ્મમાં એક સારા યુવાનની ભૂમિકા ભજવી રહ્યાં છે.

લોકોને ગમશે

લોકોને ગમશે

સિદ્ધાર્થને આશા છે કે તેઓ લોકોને ગમશે.

7મીએ રિલીઝ

7મીએ રિલીઝ

હસી તો ફસી ફિલ્મ 7મી ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.

વિલનમાં ગ્રે-શેડ પાત્ર

વિલનમાં ગ્રે-શેડ પાત્ર

સિદ્ધાર્થની આગામી ફિલ્મ વિલન છે કે જેના દિગ્દર્શક આશિકી 2 ફૅમ મોહિત સુરી છે. વિલન ફિલ્મમાં તેમનું પાત્ર ગ્રે-શેડ ધરાવતું છે કે જે અંગે તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X