Simar Bhatia Debut : કોણ છે સિમર ભાટીયા? જે અગસ્ત્ય નંદા સાથે ડેબ્યુ કરવા જઈ રહી છે?

Simar Bhatia Debut : 2025 માં ઘણા સ્ટાર કિડ્સ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે. આ લિસ્ટમાં એક ચર્ચિત નાન સિમર ભાટીયાનું છ

સિમર ભાટીયા પણ એ લિસ્ટમાં સામેલ છે જેમાં પુત્રી ખુશી કપૂર, અમન દેવગન, શનાયા કપૂર અને રવિના ટંડનની પુત્રી રાશા થડાની સામેલ છે. આ તમામ સ્ટાર કિડ્સ આ વર્ષે મોટા પરદા પર જોવા મળશે.

Simar Bhatia Debut

સિમર ભાટિયા આ વર્ષે અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. અગસ્ત્ય નંદાની આ બીજી ફિલ્મ છે અને આમાં તે સિમર સાથે જોવા મળશે.

અગસ્ત્યએ ઝોયા અખ્તરની ધ આર્ચીઝથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને હવે તે સિમર ભાટિયા સાથે તેની બીજી ફિલ્મ ઇક્કિસમાં જોવા મળશે.

સિમર ભાટિયા અક્ષય કુમારની ભત્રીજી છે. સિમર ભાટિયા ઘણી વખત અભિનેતાના પરિવાર સાથે સમય વિતાવતી જોવા મળી છે. અક્ષય કુમાર તેની ભત્રીજીના બોલિવૂડમાં ડેબ્યૂને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે અને આ વાત તેણે તેની પ્રિય ભત્રીજી માટે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે, આ પોસ્ટ ખૂબ જ ભાવનાત્મક અને હૃદયસ્પર્શી હતી.

અક્ષય કુમારે લખ્યું કે, મને યાદ છે જ્યારે મેં પહેલીવાર છાપામાં મારો ફોટો જોયો ત્યારે મને લાગ્યું કે આ કદાચ દુનિયાની સૌથી મોટી ખુશી છે, પરંતુ આજે મને ખબર પડી કે બાળકોનો ફોટો અખબારમાં જોવાથી મોટી ખુશી બીજી કોઈ ન હોઈ શકે.

અક્ષય કુમારે લખ્યુ કે, જો આજે મારી મા જીવતી હોત તો તે આ જોઈને ખૂબ ખુશ થાત અને કહેત કે સિમર પુત્તર તું કમાલ છે. અક્ષય કુમારે પોતાની ભત્રીજી સિમર પર ખૂબ પ્રેમ વરસાવ્યો અને લખ્યું ઘણો ઘણો પ્રેમ અને શુભકામનાઓ, આ આખું આકાશ તમારું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X