સિમ્બા બોક્સ ઓફિસ: ચોથા દિવસે જ શાહરુખ ખાનની ઝીરોને રણવીર સિંહે કરી પાછળ
રણવીર સિંહની ફિલ્મ સિમ્બાએ પહેલા સોમવારનો ટેસ્ટ પણ પાસ કરી લીધો છે. જી હા, સિમ્બાએ સોમવારે લગભગ 20 કરોડની કમાણી કરી છે.
રણવીર સિંહની ફિલ્મ સિમ્બાએ પહેલા સોમવારનો ટેસ્ટ પણ પાસ કરી લીધો છે. જી હા, સિમ્બાએ સોમવારે લગભગ 20 કરોડની કમાણી કરી છે. સિમ્બાએ પણ શાહરુખ ખાનની ઝીરોના કલેક્શનને પાર કરી દીધું છે. ઝીરોએ 10 દિવસમાં 94 કરોડનું કલેક્શન કર્યું છે, જેને સિમ્બાએ માત્ર ચાર દિવસમાં પાર કરી લીધું છે. ફિલ્મ પોતાનું બજેટ પણ પાર કરી ચુકી છે.
રોહિત શેટ્ટીની ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઓવરસીઝમાં પણ ધમાકેદાર કમાણી કરી રહી છે. વિશ્વવ્યાપી બોક્સ ઑફિસમાં ફિલ્મએ 100 કરોડથી ઉપરનું કલેકશન કરી લીધું છે. દેખીતી રીતે જ રણવીર સિંહની આ ફિલ્મ સુપર હિટ થશે. અત્યારે ફિલ્મના ક્રેઝને જોતાં તે સ્પષ્ટ છે કે સિમ્બા 200 કરોડથી ઉપરનું કલેક્શન કરશે.
સિમ્બા સંપૂર્ણપણે મસાલા ઇન્ટરટેનર છે. કૉમેડી, એક્શન, ડ્રામા અને ડાયલૉગ્સ.. સિમ્બામાં પ્રેક્ષકોને બધા ફ્લેવર જોવા મળી રહ્યા છે. જેનું પરિણામ સિનેમા ઘરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ફિલ્મની ઓકયૂપેન્સીમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. ટ્રેડ પંડિતો અનુસાર સિમ્બા ન્યુ યર સુધીમાં આશરે 100 કરોડ સુધી પહોંચી જશે.

રણવીર સિંહની સૌથી મોટી ઓપનિંગ
ફિલ્મએ 20.72 કરોડ રૂપિયાની ધમાકેદાર ઓપનિંગ આપી હતી. જણાવી દઈએ કે તે રણવીર સિંહની સૌથી મોટી ઓપનર સાબિત થઇ છે.

ઓવરસીઝમાં હિટ
આ ફિલ્મ ઓવરસીઝમાં પણ હિટ રહી હતી. અત્યાર સુધીમાં આ ફિલ્મએ ઓવરસીઝમાં 34.64 કરોડનો બિઝનેસ કરી લીધો છે. ખાસ કરીને યુએઈ, કેનેડા અને યુએસએમાં ફિલ્મ ખુબ સારું પ્રદર્શન આપી રહી છે.

100 કરોડ પાર
વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર સિમ્બાએ પ્રથમ 3 દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ સુપર હીટ રહી છે.

ઝીરોને કરી પાછળ
ખાસ વાત એ છે કે માત્ર ચાર દિવસમાં જ સિમ્બાએ શાહરૂખ ખાનની ઝીરોને પાછળ છોડી દીધી છે. ઝીરો અત્યાર સુધીમાં 95 કરોડ સુધી જ પહોંચી છે.

બજેટ અને કમાણી
સિમ્બા 80 કરોડના બજેટ પર બની છે. તેથી, ફિલ્મને હિટ થવા માટે ઓછામાં ઓછી 150 કરોડની કમાણી કરવી પડશે, જે સિમ્બા માટે મુશ્કેલ નથી.

રોહિત શેટ્ટીનો રેકોર્ડ
ઉલ્લેખનીય છે કે સિમ્બા 100 કરોડ ક્લબમાં રોહિત શેટ્ટીની આઠમી મૂવી હશે. આ તેમની સળંગ દસમી હિટ ફિલ્મ હશે. વર્ષ 2010 માં આવેલી ફિલ્મ ગોલમાલ 3 પછી રોહિત શેટ્ટીએ સળંગ સાત ફિલ્મો આપી છે. જેમાંથી બે ફિલ્મો બ્લોકબસ્ટર રહી છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ











Click it and Unblock the Notifications
