દશેરાએ રિલીઝ થશે સિંહ સાહબ ધ ગ્રેટ
મુંબઈ, 25 મે : બૉલીવુડ ફિલ્મ નિર્માતા અનિલ શર્માની સિંહ સાહબ ધ ગ્રેટ ફિલ્મ લગભગ તૈયાર છે. સન્ની દેઓલ અભિનીત આ ફિલ્મ દશેરાના બે દિવસ પહેલાં 11મી ઑક્ટોબરે રિલીઝ કરાશે.

શર્માએ જણાવ્યું - અમે લોકો પોતાની ફિલ્મ સાથે તૈયાર છીએ. તે નિર્માણના છેલ્લા તબક્કામાં છે. જ્યારે હું ફિલ્મનું એડિટિંગ કરતો હતો, ત્યારે મારી આંખોમાં આંસુ છલકાઈ આવ્યા હતાં. ફિલ્મે યોગ્ય આકાર લીધો છે. અમે તેને 11મી ઑક્ટોબરે રિલીઝ કરીશું. સન્ની નંબર એક્શન હીરો છે. આ ફિલ્મ સાથે તેમનું એક્શન હીરો તરીકે કમબૅક થશે.
સન્ની દેઓલ સાથે ગદર એક પ્રેમ કથા તથા હીરો લવ સ્ટોરી ઑફ સ્પાઈ જેવી સફળ ફિલ્મો કરનાર દિગ્દર્શક અનિલ શર્માએ જણાવ્યું - સિંહ સાહબ ધ ગ્રેટ ફિલ્મમાં સન્ની દેઓલ સાથે નવી અભિનેત્રી ઉર્વશી રૌતેલા નજરે પડશે. દરેક દિગ્દર્શક પોતાની ફિલ્મના વખાણ કરે છે, પણ આપ આ બાબત ફિલ્મ જોઈને જ સમજી શકશો.
સન્ની સાથે તેઓ વધુ બે ફિલ્મોનું દિગ્દર્શન પણ કરશે. તેમણે જણાવ્યું - તે ફિલ્મો કયા પ્રકારની હશે, તે અંગે હું અત્યારે કંઈ ન કહી શકું, પરંતુ તે મનોરંજનથી ભરપૂર હશે.












Click it and Unblock the Notifications
