Video: શિલ્પા શેટ્ટીના કપડાંને લઈ હંગામો મચ્યો, સોશિયલ મીડિયા યૂઝર્સે કરી ગંદી કોમેન્ટ

Video: શિલ્પા શેટ્ટીના કપડાંને લઈ હંગામો મચ્યો, સોશિયલ મીડિયા યૂઝર્સે કરી ગંદી કોમેન્ટ

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હાલ પોતાની અપકમિંગ ફિલ્મ હંગામા 2ને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની બોલ્ડ અદાઓએ દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. શિલ્પા પોતાની આ ફિલ્મ હિટ કરાવવા માટે પ્રમોશનમાં જરાય કસર છોડી નથી રહી. બૉલીવુડની સૌથી ફિટ અને બોલ્ડ એક્ટ્રેસમાં ગણતરી થાય તેવી શિલ્પા એવા સમયે ટ્રોલર્સના નિશાને આવી ગઈ જ્યારે તે હંગામા 2ના પ્રમોશન માટે પહોંચી હતી. ઈન્ટરનેટ પર તેના કપડાંને લઈ ખુબ હંગામો મચ્યો છે.

હંગામા 2ને લઈ ચર્ચામાં છે શિલ્પા શેટ્ટી

હંગામા 2ને લઈ ચર્ચામાં છે શિલ્પા શેટ્ટી

જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી લાંબા સમય બાદ ફિલ્મોમાં વાપસી કરી રહી છે, હંગામા 2માં તેની સાથે જાવેદ જાફરીનો દીકરો મીજાન જાફરી અને દિગ્ગજ એક્ટર પરેશ રાવલ પણ જોવા મળનાર છે. ફિલ્મના પ્રમોશન માટે જ્યારે તે એક કાર્યક્રમમાં પહોંચી તો તેનો બોલ્ડ અને ગ્લેમરસ લુક જોઈ ફેન્સની નજર તેના પરથી હટી જ નહી. શિલ્પા શેટ્ટીએ બરગંડી કલરનો ક્રોપ ટોપ અને લૉન્ગ બ્રાઉન કલરનું લેધર સ્કર્ટ પહેર્યું હતું, જેમાં તે બહુ સુંદર જોવા મળી રહી છે.

ડ્રેસને લઈ ટ્રોલ થઈ શિલ્પા

ડ્રેસને લઈ ટ્રોલ થઈ શિલ્પા

શિલ્પા શેટ્ટીના ડ્રેસને લઈ એક તરફ જ્યાં તેના વખાણ કરતાં ફેન્સ નથી થાકતા તો કેટલાકે તેની સરખામણી હૉલીવુડ એક્ટ્રેસ કિમ કાર્દશિયન સાથે કરી દીધી. જ્યારે અમુકને તો શિલ્પાનો આ લુક બિલકુલ પસંદ નથી આવ્યો. સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. એક યૂઝરે શિલ્પાને ટ્રોલ કરતા લખ્યું, 'આટલા પૈસા હોવા છતાં લોકો કપડાં વિના ફરી રહ્યા છે.'

યૂઝર્સને મીજાન જાફરી સાથે મજાક પસંદ ન આવ્યો

યૂઝર્સને મીજાન જાફરી સાથે મજાક પસંદ ન આવ્યો

એટલું જ નહી, અન્ય એક યૂઝરે લખ્યું, 'બ્લાઉજ પહેરવાનું ભૂલી ગઈ.' જ્યારે કેટલાક યૂઝર્સે મીજાન જાફરી સાથે મજાક કરવાને લઈને પણ શિલ્પા શેટ્ટીનો ક્લાસ લઈ લીધો. વાયરલ થઈ રહેલ વીડિયોમાં પ્રમોશન ઈવેન્ટ દરમિયાન શિલ્પા મીજાન જાફરી સાથે મજાક કરતી જોવા મળી જે યૂઝર્સને બિલકુલ પસંદ ન આવ્યું. તેમણે એક્ટ્રેસને ઘમંડી કહી દીધી. જ્યારે એક યૂઝર્સે કોરોના કાળમાં તેણે માસ્ક ન પહેરવાને લઈને સવાલ ઉઠાવ્યો. જો કે ટ્રોલ થવા પર શિલ્પા શેટ્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

શિલ્પા સાથે પતિ રાજે ટાઈટેનિક પોઝ આપ્યો

શિલ્પા સાથે પતિ રાજે ટાઈટેનિક પોઝ આપ્યો

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ગત દિવસોમાં તેનો એક વીડિયો ખુબ ચર્ચામાં રહ્યો હતો. રાજ કુંદ્રાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં ટાઈટેનિકનો ફેમસ પોઝ આપી રહ્યા છે. રાજ કુંદ્રાએ વીડિયો શેર કરતાં પોતાનો પંજાબી તડકો પણ લગાવ્યો છે. રાજ કુંદ્રાએ ટાઈટેનિકના આ વીડિયોમાં ખુદ લિયોનાર્ડો ડિકૈપ્રિયો બન્યા છે અને શિલ્પા શેટ્ટી કેટ વિંસલેટ બની છે. વીડિયો જોવા અહીં ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X