ભાઈ સૈફના લગ્ન અંગે અજાણ છે બહેન સોહા
મુંબઈ, 3 ઑક્ટોબર : ભાઈના લગ્ન હોય અને બહેનને ખબર ન હોય. એવું શક્ય છે ખરું? તે પણ ત્યારે કે જ્યારે બહેનના લગ્ન ન થયાં હોય અને તે પોતાના ભાઈ સાથે જ રહેતી હોય. અમારી જેમ આપનો જવાબ પણ નામાં જ હશે, પરંતુ એક બહેન એવાં છે કે જેઓ પોતાના ભાઈના લગ્ન અંગે અજાણ છે અને આ બહેન છે સૈફ અલી ખાનના નાના બહેન સોહા અલી ખાન.

સોહાનું કહેવું છે કે તેમને સૈફ અને કરીના કપૂરના લગ્ન અંગે કઈં પણ માહિતી નથી. તેઓ બંને હજું લંડન ખાતેથી શોપિંગ કરીને પરત ફર્ચા જ છે, પરંતુ હજુ પણ કઈં જ કહી શકાય નહિં. હા, સૈફના લગ્ન જ્યારે પણ થાય, તો ત્યારે તેમને લગ્નમાં પહેરવું શું છે એ તેઓ જાણે છે. હાલ સોહા અલી ખાને તો લોકોને ટાળવા માટે એવી વાતો કરી દીધી, જે ગળે ન ઉતરી શકે, પરંતુ પોતાના માતાની લાડકડી દીકરી સોહાએ પોતાના ભાઈ માટે આટલું સુંદર અસત્ય ઉચ્ચાર્યું છે.
જોકે સમાચાર એવાં છે કે આ મહીનાની 16મી તારીખે સૈફ-કરીના કોર્ટ મૅરેજ કરવાનાં છે. લગ્ન બાદ બંને પોતાના લગ્નની પાર્ટી પટૌડી પૅલેસમાં આપશે. પટૌડી પૅલેસ કે જે વર્તમાનમાં એક હોટલ તરીકે સંચાલિત થાય છે તેની તમામ બુકિં 26મી ઑક્ટોબર સુધી બંધ કરી દેવાઈ છે અને છેલ્લા એક અઠવાડિયાથી તેનું સૌંદર્યીકરણ થઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
