Pics : શીખ વિરોધી રમખાણ આધારિત ફિલ્મ માટે હૉટ સોહા બની પંજાબણ!
મુંબઈ, 5 જૂન : બૉલીવુડ અભિનેત્રી સોહા અલી ખાન આજકાલ લુધિયાણાના ગંગરાણા ગામે 1984ના શીખ વિરોધી રમખાણો પર આધારિત ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે તેઓ પોતાના પાત્ર માટે પંજાબી શીખી રહ્યાં છે.
શિવાજી લોતન પાટિલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં એક શીખ દમ્પતિની જિંદગી કેવી રીતે આ રમખાણોમાં ઉજડી ગઈ, તેનું યથાર્થ ચિત્રણ છે. સોહા અલી ખાને પાત્ર પર પક્કડ જમાવવા બધુ જ કર્યું છે. એટલુ જ નહીં, તેમણે પોતના પાત્ર માટે પંજાબી ભાષા પણ શીખી છે.
સોહા અલી ખાન બૉલીવુડમાં ઘણા વખતથી સક્રિય છે, પરંતુ તેમને અત્યાર સુધી અપેક્ષિત સફળતા મળી નથી. શર્મિલા ટાગોર જેવા જાજરમના અભિનેત્રીના પુત્રી અને સૈફ અલી ખાન જેવા સ્થાપિત અભિનેતાના બહેન અને પછીથી કરીના કપૂર જેવા સફળ અભિનેત્રીના નણંદ બની ગયા બાદ પણ સોહાનું કૅરિયર હાલક-ડોલક રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સોહા અલી ખાન માટે આ સ્પેશિયલ ફિલ્મ સ્પેશિયલ બની રહી શકે છે.
ચાલો તસવીરો સાથે જાણીએ સોહા અલી ખાન શું કહે છે આ ફિલ્મ વિશે :

પંજાબી શીખતા સોહા
સોહા અલી ખાને જણાવ્યું - હા, હું પોતાના પાત્ર માટે પંજાબી શીખી રહી છું અને પોતાના વેશ ઉપર કામ કર્યું છે કે જે વાસ્તવિક ઘટના પર આધારિત છે.

નવો લુક પસંદ છે
સોહા કહે છે - મને પોતાનો નવો લુક પસંદ છે. આ લુક 1984થી બહુ મળતો આવે છે.

વીર દાસ બનશે પતિ
સોહાએ જણાવ્યું - ફિલ્મમાં અભિનેતા વીર દાસ મારા પતિની ભૂમિકામાં છે. તેઓ એક મિલનસાર સરદાર છે.

રોમાંચક ફિલ્મ
સોહાએ જણાવ્યું - ફિલ્મમાં પછીથી ઘણી બાબતો આક્રમક થઈ જાય છે. આ હકીકતમાં એક રોમાંચક ફિલ્મ છે કે જે મારી મનપસંદ શૈલી છે.

ચૂંટણી પરિણામોના દિવસે શૂટિંગ અટકાવ્યું
સોહા અલી ખાને જણાવ્યું - અમે બધા શૂટિંગ માટે તૈયાર હતાં, પરંતુ પ્રોડક્શન ટીમે સલાહ આપી કે ચૂંટણી પરિણામો આવી રહ્યાં છે. તેથી કદાચ શૂટિંગ કરવું સલામતીની દૃષ્ટિએ યોગ્ય નહીં ગણાય. તેથી અમે 16મી મેના રોજ શૂટિંગ નહીં કરવાનો નિર્ણય કર્યો.

હાલ પુરજોશમાં
સોહાના જણાવ્યા મુજબ હાલ આ ફિલ્મનું શૂટિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે.

સફળતાથી દૂર સોહા
સોહા અલી ખાન સફળતાથી બહુ દૂર છે. તેમની છેલ્લી ફિલ્મ મિ. જોએ બી કારવાલ્હો હતી કે જે ફ્લૉપ રહી હતી.

વૉર છોડ ના યાર
સોહાની તે અગાઉની ફિલ્મ વૉર છોડ ના યાર પણ ફ્લૉપ નિવડી હતી.

કુણાલના કારણે ચર્ચામાં
સોહા અલી ખાન ફિલ્મો કરતાં પોતાના બૉયફ્રેન્ડ કુણાલ ખેમુ સાથેના સંબંધોના કારણે વધુ ચર્ચામાં રહે છે.

ઘણી આશા
સોહા અલી ખાનને આ પંજાબી ફિલ્મ પાસે ઘણી આશા છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ











Click it and Unblock the Notifications
