ક્યારેક આ ક્રિકેટર પર ફિદા હતી માધુરી દિક્ષીત
Madhuri Dixit : અભિનેત્રી માધુરી દિક્ષીત તેના બિંદાસ્ત અંદાજ માટે જાણીતી છે. તે ઘણી વખત તેની લાઈફ સાથે જોડાયેલી વાતો લોકો સામે બિંદાસ્ત રીતે કરે છે.
બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ ક્રિકેટરો સાથે લગ્ન કર્યા છે ત્યારે માધુરી દિક્ષીતે ખુલાસો કર્યો છે કે તે એક ક્રિકેટર પર ફિદા હતી.

આ ક્રિકેટર ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે અને તે માધુરી દીક્ષિત કરતા 18 વર્ષ મોટો છે. તે ક્રિકેટ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેનોમાંનો એક છે.
તે કપિલ દેવની આગેવાની હેઠળની ટીમનો ભાગ હતો, જેણે લંડનના લોર્ડ્સમાં 1983નો વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. જે ક્રિકેટર માટે માધુરી દીક્ષિત પાગલ હતી તે બીજું કોઈ નહીં પણ સુનીલ ગાવસ્કર છે.
1992માં એક ઈન્ટરવ્યુમાં માધુરી દીક્ષિતે કહ્યું હતું કે, હું સુનીલ ગાવસ્કર માટે પાગલ છું. તે ખૂબ જ સેક્સી છે. હું તેની પાછળ ભાગવા માંગુ છું અને તે મારા સપનામાં પણ આવે છે. આ ઈન્ટરવ્યુ આપ્યો ત્યારે તે 25 વર્ષની હતી અને સુનીલ ગાવસ્કર 43 વર્ષના હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો માધુરી દીક્ષિત છેલ્લે ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાનેને જજ કરતી જોવા મળી હતી. આ શોમાં માધુરી દીક્ષિત સાથે સુનીલ શેટ્ટી પણ જજ હતા. આ શો આ વર્ષે ફેબ્રુઆરી અને મે વચ્ચે ચાલ્યો હતો અને કલર્સ ટીવી પર ટેલિકાસ્ટ થયો હતો.
ને જણાવી દઈએ કે માધુરી દીક્ષિત 2018 થી આ શો સાથે જોડાયેલી છે અને છેલ્લા ત્રણ વર્ષથી તેની જજ છે.












Click it and Unblock the Notifications
