Birthday Special : લેટલતીફ કે નખરાળી નથી દબંગ ગર્લ!

મુંબઈ, 2 જૂન : દબંગ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સોનાક્ષી સિન્હાનો આજે 27મો જન્મ દિવસ છે. સોનાક્ષી માટે તેમનું અત્યાર સુધીનું બૉલીવુડ કૅરિયર ખૂબ સફળ રહ્યું છે. સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર્સ માટે પણ સોનાક્ષી ખૂબ લકી રહ્યાં છે. જોકે સોનાએ તેમના વધેલા વજનના પગલે ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો, પરંતુ તેમણે છેલ્લા કેટલાક સમયમાં પોતાને આટલી બદલી નાંખી છે કે હવે તેમની બૉડી પણ બૉલીવુડ અભિનેત્રીઓની જેમ સેક્સી તથા હૉટ દેખાવા લાગી છે. સોનાક્ષીના અભિનયને તો સૌ પસંદ કરે છે. ગત વર્ષે સોનાક્ષી ઉપર કિસ્મત એટલી મહેરબાન રહી કે 2013માં રિલીઝ થયેલી દરેક ફિલ્મમાં સોનાક્ષી કોઇકને કોઇક પાત્રમાં મોજૂદ હતાં.

સોનાક્ષી સિન્હાના વખાણ કરતા પોતે અક્ષય કુમાર પણ નથી થાકતાં. તેઓ કહે છે - સોનાક્ષી તેવી અભિનેત્રીઓમાંના નથી છે કે જેઓ સેટ પર મોડા આવે છે અને નખરા દાખવે છે. સોનાક્ષી તેવી અભિનેત્રીઓમાં છે કે જે સમયસર આવી પોતાનું શૂટિંગ પૂર્ણ કરે છે અને સમયની કદર કરે છે. શત્રુઘ્ન સિન્હાની દીકરી હોવાના નાતે સોનાક્ષીને બૉલીવુડમાં એન્ટ્રી કરવાાં ઘણી મદદ મળી, પણ તેમણે પોતાના તમામ નિર્ણયો પોતાની રીતે કર્યાં. સોનાક્ષીએ હંમેશા કહ્યું કે તેમના પિતાએ ક્યારેય તેમના માટે કોઈ નિર્ણય નથી કર્યો. પિતાએ હમેશા સોનાક્ષીના નિર્ણયોમાં સાથ આપ્યો.

સોનાક્ષી સિન્હાએ બૉલીવુડમાં પોતાની ઇમેજ એક આદર્શ ભારતીય નારી તરીકે જાળવી રાખી છે કે જેના પગલે તેમણે કોઈ પણ ફિલ્મમાં કિસિંગ સીન કરવા, સ્વિમ સૂટ પહેરવા અને કોઈની સાથે ડેટ કરવા જેવી બાબતોથી સતત સાવચેતી વરતી છે. તેમની આગામી ફિલ્મ હૉલીડે છે કે જે અક્ષય કુમાર સાથે જ છે.

ચાલો તસવીરો સાથે જાણીએ સોનાક્ષી સિન્હા સાથે જોડાયેલી કેટલીક વાતો :

ઝીરો સાઇઝનો ટ્રેન્ડ તોડ્યો

ઝીરો સાઇઝનો ટ્રેન્ડ તોડ્યો

સોનાક્ષી સિન્હા પહેલા બૉલીવુડમાં ઝીરો ફિગર હીરોઇનું જ ચલણ હતું. લોકો ઝીરો સાઇઝને જ સેક્સી તથા હૉટ ગણતા હતાં, પરંતુ સોનાએ આ ચલણ તોડી નાંખ્યું.

રીના રૉયના હમશકલ

રીના રૉયના હમશકલ

સોનાક્ષી સિન્હાને જોઈ લોકોને જૂના અભિનેત્રી રીના રૉયની યાદ આવી જાય છે. લોકોનુ કહેવું છે કે સોનાક્ષી સિન્હાનો ચહેરો રીના રૉય સાથે બહુ મળતો આવે છે.

પરિવારનો ખૂબ પ્રેમ

પરિવારનો ખૂબ પ્રેમ

સોનાક્ષીનું કહેવું છે કે તેમના માતા તેમના સૌથી મોટા ટીકાકાર છે. કોઈ પણ ફિલ્મ સાઇન કરતા પહેલા તેઓ પોતાના પરિવારને પૂછી લે છે.

વિવાદોથી દૂર

વિવાદોથી દૂર

સોનાક્ષી સિન્હા હંમેશા વિવાદોથી દૂર રહે છે. તેઓ વિવાદો વડે પબ્લિસિટી પામવાની ઇચ્છા ધરાવતા નથી. તેઓ માત્ર પોતાના કામ ઉપર જ ધ્યાન આપવા માંગે છે.

નખરા નથી કરતાં

નખરા નથી કરતાં

અક્ષયે પોતાના એક ઇંટરવ્યૂ દરમિયાન કહ્યુ હતું કે સોનાક્ષી સિન્હા નખરા નથી કરતાં. તેઓ સમયસર સેટ પર આવે છે અને પોતાનું શૂટિંગ પૂર્ણ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X