હવે સોનાક્ષી સિન્હાએ પોતાના લગ્ન પર કર્યો આ ખુલાસો, વીડિયો શેર કરીને જણાવી સચ્ચાઈ

સોનાક્ષીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને પોતાના લગ્નની વાતો વિશે મોટો ખુલાસો કર્યો છે.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. વાસ્તવમાં તે ઝહીર ઈકબાલ સાથે પોતાના રિલેશનશિપને લઈને લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ ઝહીર ઈકબાલે સોશિયલ મીડિયા પર સોનાક્ષી સિન્હાને બર્થડે વિશ કરીને તેને આઈ લવ યુ કહ્યુ હતુ ત્યારબાદથી જ બંનેના લગ્નના સમાચારો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હવે સોનાક્ષીએ ખુદ પોતાના લગ્નન સમાચારો પર મૌન તોડીને એક ખાસ પોસ્ટ શેર કરી છે. સોનાક્ષીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને પોતાના લગ્નની વાતો વિશે મોટો ખુલાસો કર્યો છે.

સોનાક્ષીએ જણાવી લગ્નની સચ્ચાઈ

તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાનો એક ફની વીડિયો શેર કર્યો છે. સોનાક્ષી આ વીડિયોમાં અભિનેતા શાહરૂખ ખાનના ડાયલોગ્સ પર લિપ્સીંગ કરી રહી છે. સંવાદ કંઈક આવો છે - સારુ લાગે છે મને, બહુ મઝા આવે છે. સોનાક્ષીએ વીડિયોના કેપ્શન પર લખ્યું છે કે કેમ હાથ ધોઈને મારા લગ્ન કરાવવા માંગો છો? લગ્નના સમાચાર પર સોનાક્ષીની પ્રતિક્રિયા ચાહકોને ખૂબ જ રમુજી લાગી રહી છે. વીડિયો શેર કરતાં અભિનેત્રીએ લખ્યુ છે કે પ્રપોઝલ, રોકા, મહેંદી, સંગીત બધુ જ ફિક્સ થઈ ગયુ હોય તો કૃપા કરીને મને પણ કહો. હું તેના વિશે કંઈ જાણતી નથી.

વીડિયો શેર કરીને કર્યો ખુલાસો

વીડિયો શેર કરીને કર્યો ખુલાસો

ઝહીર ઈકબાલે પોતે પણ સોનાક્ષીના આ ફની વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. ઝહીર ઈકબાલે સોનાક્ષીના વીડિયો પર ઘણા રમૂજી ઈમોજીસ શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે લગ્નના સમાચાર પર સોનાક્ષી સિન્હાના ફની રિએક્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને અભિનેત્રીની સ્ટાઈલ ખૂબ જ મજેદાર લાગી રહી છે. સોનાક્ષીના આ વીડિયો પર એક યુઝરે લખ્યુ - ખુબ જ ક્યૂટ સોના. બીજી તરફ સોનાક્ષી સિન્હાએ તેના વીડિયો પરથી સ્પષ્ટ કર્યુ છે કે તે હમણા લગ્ન નથી કરી રહી પરંતુ તેણે ઝહીર ઈકબાલ સાથેના સંબંધો વિશે ખુલીને કંઈ કહ્યુ નથી.

ઝહીર ઈકબાલે કહી હતી દિલની વાત

ઝહીર ઈકબાલે કહી હતી દિલની વાત

હાલમાં જ બૉલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દિવસે ઇકબાલ સોનાક્ષીને શુભેચ્છા પાઠવવામાં કેવી રીતે પાછળ રહી શકે. ઇકબાલે તેના ઇન્સ્ટાગ્રામ પર સોનાનો એક વીડિયો પોસ્ટ કર્યો અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ સાથે તેણે સોના પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો.

સોનાને વીડિયો દ્વારા કર્યુ હતુ વિશ

સોનાક્ષી સિન્હાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ઝહીર ઈકબાલે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં સોનાક્ષી સિન્હા બર્ગર અને સ્નેક્સ લેતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં સોનાક્ષી ઝહીરને કહી રહી છે કે તારે જોઈતુ હતુને હવે લે. આ પછી બંને જોરથી હસવા લાગે છે. વીડિયો શેર કરતા ઝહીરે કેપ્શનમાં લખ્યુ, 'હેપ્પી બર્થ ડે સોનાઝ...મને ન મારવા બદલ આભાર...આઈ લવ યુ...તને ઢગલો ભોજન, ફ્લાઈટ્સ, પ્રેમ અને ખુશીઓ મળે. આ વીડિયો જણાવે છે કે આપણે કેટલા સમયથી એકબીજાને ઓળખીએ છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X