સોનાક્ષીને સિમ્બા સાથે થઈ ગયો પ્રેમ
મુંબઈ, 4 ઑક્ટોબર : મૅડમ દબંગ એટલે કે સોનાક્ષી સિન્હાએ થોડીક જ ફિલ્મો દ્વારા જ લોકોના દિલોમાં જગ્યા બનાવી વધી છે, પરંતુ આ મસ્ત-મસ્ત નેણો ધરાવતી સુંદરીને પણ તેનો સાચ્ચો પ્રેમ મળી ગયો છે. તે પણ આવનારી ફિલ્મ સન ઑફ સરદાર (એસઓએસ)ના શુટિંગ પૉઇન્ટે.

આપ હવે વિચારતા હશો કે આ ફિલ્મમાં તો સોનાક્ષીના હીરો અજય દેવગણ છે કે જે પરીણિત છે અને બે બાળકોનો પિતા છે. ક્યાંક સોનાક્ષીને સાચ્ચે જ તો તેનાથી પ્રેમ નથી થઈ ગયો? તો આપ એવું ના વિચારો. સોનાક્ષીનો સાચો પ્રેમ એક માણસ નહિં, પણ એક કુતરૂં છે.
સોનાક્ષીનો પટિયાલામાં શુટિંગ કરતી વખતે એક કુતરા સાથે ભેંટો થઈ ગયો. તે કુતરૂં સોનાક્ષીએ પોતાની પાસે રાખી લીધું છે અને તે પોતાના ફાજલ સમયે તેની સાથે રમે છે. સોનાક્ષીએ પોતાના કુતરાનું નામ સિમ્બા રાખ્યું છે.
અંદરની ખબર ધરાવનારાઓનું કહેવું છે કે શુટિંગ સ્થળ પાસે એક એવી જગ્યા છે કે જ્યાં રોટવિલર નસલના નાના કુતરાઓ રાખવામાં આવે છે. સોનાક્ષીને કુતરાં બહુ પસંદ છે. જ્યારે તેણે આ કુતરૂં પટિયાલામાં જોયું, ત્યારે તે તેને પસંદ પડી ગયું અને તેણે તેનું નામ સિમ્બા રાખ્યું.
આપને જણાવી દઇએ કે અશ્વિની ધીર દિગ્દર્શિત સન ઑફ સરદાર ફિલ્મમાં સોનાક્ષી અને અજય દેવગણ ઉપરાંત જુહી ચાવલા અને સંજય દત્ત પણ છે. ફિલ્મ 13મી નવેમ્બરે રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
