Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : સોનાક્ષી બનશે એક્શન હીરોઇન, પાડે છે પરસેવો!

મુંબઈ, 1 માર્ચ : મૅડમ શૉટગન અને ગોળમટોળ કાયા ધરાવતાં સોનાક્ષી સિન્હા હવે આગામી સમયમાં રૂપેરી પડદે એક્શન કરતાં નજરે પડશે. એક વખત એક ટેલીવિઝન રિયલિટી શોમાં સાઇઝ ઝીરો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જે સોનાક્ષીએ જણાવ્યુ હતું કે તેઓ અહીં હીરો બનવા આવ્યાં છે, નહીં કે સાઇઝ ઝીરો, પરંતુ એ જ સોનાક્ષી હવે પોતાના લુક માટે પરસેવા પાડી રહ્યાં છે. બૉલીવુડના આ દબંગ અભિનેત્રી પોતાની આવનાર બે ફિલ્મો હૉલીડે તથા તેવરમાં એક્શન કરતાં નજરે પડવાનાં છે.

સોનાક્ષી સિન્હાએ સલમાન ખાન સાથે દબંગ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું અને તે પછી તો તેમણે અનેક સારી ફિલ્મો કરી છે, પરંતુ મોટાભાગની ફિલ્મોમાં તેઓ ગોળમટોળ અને એક દેસી સ્ત્રી તરીકે જ દેખાતા આવ્યાં છે, પરંતુ સોનાક્ષી સિન્હા હવે પોતાની આગામી ફિલ્મો માટેના રોલમાં ફિટ બેસવા માટે ખૂબ મહેનત કરી રહ્યાં છે. એટલુ જ નહીં, સોનાક્ષી તાજેતરમાં એક ઍવૉર્ડ શો દરમિયાન ખૂબ જ સ્લિમ નજરે પડતા હતાં.

ચાલો તસવીરો વડે જોઇએ સોનાક્ષીની મહેનત :

તેવરમાં અર્જુન સાથે

તેવરમાં અર્જુન સાથે

સોનાક્ષી સિન્હાની આગામી ફિલ્મમાં તેમના હીરો અર્જુન કપૂર છે.

સ્ટંટ કરશે સોનાક્ષી

સ્ટંટ કરશે સોનાક્ષી

તેવરમાં સોનાક્ષી સ્ટંટ કરતાં પણ નજરે પડશે. ફિલ્મના એક દૃશ્યમાં તેમને પાંચમા માળેથી નીચે ફેંકવામાં આવશે.

શત્રુના નિર્ભયા નાદિયા

શત્રુના નિર્ભયા નાદિયા

સોનાક્ષીએ તાજેતરમાં જ ઇંસ્ટાગ્રામ ઉપર એક તસવીર પોસ્ટ કરી લખ્યું - મારા ડૅડ હમેશા મને નિર્ભયા નાદિયા કહી સંબોધતા હતાં અને હવે મને પણ ખબર પડી ગઈ.

સરપ્રાઇઝ કરશે સોના

સરપ્રાઇઝ કરશે સોના

હૉલીડે ફિલ્મમાં સોનાક્ષી લોકોને સરપ્રાઇઝ કરવાનાં છે. ફિલ્મના ટ્રેલરમાં સોનાક્ષીને પંચ, રેસિંગ ટ્રૅક્સ તથા બાસ્કેટબૉલ મેદાન ઉપર ઝઝુમતા દર્શાવાયાં છે.

સરખા રોલની ટીકા

સરખા રોલની ટીકા

સોનાક્ષી સિન્હાએ 2013માં વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા, બુલેટ રાજા અને આર રાજકુમાર જેવી ફિલ્મોમાં લગભગ એક સરખા રોલ કર્યાં કે જેથી તેમને ટીકાઓનો સામનો કરવો પડ્યો.

લુટેરા ડિફરંટ

લુટેરા ડિફરંટ

જોકે સોનાક્ષીએ લુટેરામાં પોતાના અભિનય વડે સૌના મોઢા બંધ કરી નાંખ્યાં હતાં.

પરસેવો પાડે છે સોના

પરસેવો પાડે છે સોના

સોનાક્ષી સિન્હા હાલમાં પોતાની ગોળમટોળ કાયામાંથી છુટવા માટે સખત પરસેવો પાડી રહ્યાં છે.

તેવરના સેટ પર પૂનમ

તેવરના સેટ પર પૂનમ

તેવરના સેટ પર સોનાક્ષી સાથે માતા પૂનમ સિન્હા.

તેવરના સેટ પર સોના

તેવરના સેટ પર સોના

તેવરના સેટ પર સોનાક્ષી સિન્હા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X