Pics : ઐશ-દીપિકા બાદ હવે સોનાક્ષી કરશે રજની સર સાથે રોમાંસ!

મુંબઈ, 24 એપ્રિલ : સાઉથના સુપર સ્ટાર રજનીકાંત એક એવા એક્ટર છે કે જેમની સાથે કામ કરવા માટે માત્ર દક્ષિણની જ નહીં, પણ બૉલીવુડની હીરોઇનો પણ ઉત્સાહિત રહે છે. અગાઉ બૉલીવુડની સુંદરી ઐશ્વર્યા રાયે રજનીકાંત સાથે રોબોટ ફિલ્મ કરી અને પછી દીપિકા પાદુકોણેએ રજનીકાંત સાથે કોચાદઇયાં ફિલ્મ સાઇન કરી. કોચાદઇયાં ફિલ્મ રજનીકાંતની પુત્રી સૌંદર્યાની પ્રથમ ફિલ્મ છે.

જોકે કોચાદઇયાં એક એવી ફિલ્મ છે કે જેમાં દીપિકા પાદુકોણે રીયલ નહીં, બલ્કે તેમનું કૅરિકેચર નજરે પડશે. ઐશ્વર્યા રાય અને દીપિકા પાદુકોણે બાદ હવે સોનાક્ષી સિન્હાને પણ રજનીકાંત સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળી છે અને તે પણ દિગ્દર્શક કે એસ રવિકુમારની. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા સાથે સાઉથની વધુ એક અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પણ નજરે પડશે. રજનીકાંતની ફૅન ફૉલોઇંગ માત્ર સાઉથમાં જ નહીં, પણ બૉલીવુડમાં પણ સામાન્ય દર્શકોથી લઈ બૉલીવુડ સેલિબ્રિટીઓ સુધી રજની સરના ફૅન છે.

ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

રજની માટે ઉત્સાહિત બૉલીવુડ

રજની માટે ઉત્સાહિત બૉલીવુડ

બૉલીવુડ અભિનેતાઓ-અભિનેત્રીઓ રજની સર સાથે ફિલ્મ કરવા માટે ખૂબ ઉત્સાહિત રહે છે, પરંતુ રજની સર આજકાલ ઓછી જ ફિલ્મો કરી રહ્યાં છે.

ઐશ-દીપિકા

ઐશ-દીપિકા

રજની સર સાથે કામ કરવાની તક બહુ ઓછા લોકોને મળે છે. ઐશ્વર્યા રાય અને દીપિકા પાદુકોણે સૌભાગ્યશાળી અભિનેત્રીઓ છે કે જેમને રજની સર સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળી છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ રજની સર સાથે ગિરફ્તાર તથા અંધા કાનૂન જેવી ફિલ્મો કરી ચુક્યાં છે અને તેમના નજીકના મિત્ર પણ છે. અમિતાભનું કહેવું છે કે રજનીકાંત સાથે કામ કરવું એક શ્રેષ્ઠ એક્સપીરિયંસ હોય છે.

હવે સોનાક્ષીને તક

હવે સોનાક્ષીને તક

હવે સોનાક્ષી સિન્હાને પણ રજનીકાંત સાથે કામ કરવાના આ શ્રેષ્ઠ અનુભવની અનુભૂતિ કરવાની તક મળી છે.

પડકારજનક

પડકારજનક

જોકે સોનાક્ષીનું કહેવું છે કે સાઉથ ઇન્ડિયન ફિલ્મ કરવી કોઈ પડકારથી ઓછું નથી, કારણ કે તેમને સાઉથ ઇન્ડિયન ભાષા જરાય નથી આવડતી.

આમ છતાં...

આમ છતાં...

આમ છતાં સોનાક્ષી સિન્હા રજનીકાંત સાથે કામ કરવાની તક ગુમાવવા નથી માંગતાં. આ ફિલ્મ તામિળ સાથે હિન્દીમાં પણ રિલીઝ થશે.

સ્ક્રિપ્ટ પણ ગમી

સ્ક્રિપ્ટ પણ ગમી

સોનાક્ષીએ જણાવ્યું કે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં ડેબ્યુ કરવાની આ એક શ્રેષ્ઠ તક છે. તેમને ફિલ્મની સ્ક્રિપ્ટ પણ બહુ પસંદ પડી છે.

સોનાની કસોટી

સોનાની કસોટી

તો હવે જોવુ રહ્યું કે દક્ષિણમાં સોનાક્ષી પોતાની ફૅન ફૉલોઇંગ બનાવી શકે છે કે કેમ?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X