Pics : 25ના થઈ ગયાં રજ્જો, પાઠવો શુભેચ્છાઓ

મુંબઈ, 2 જૂન : બૉલીવુડના દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા આજે 25 વર્ષના થઈ ગયાં. બૉલીવુડમાં શૉટગનના નામે પ્રખ્યાત અભિનેતા શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હાના આ પુત્રીએ પોતાની પ્રથમ જ ફિલ્મમાં લોકોને દીવાના બનાવી દીધા હતાં.

સલમાન ખાન સાથે દબંગ ફિલ્મથી બૉલીવુડ કૅરિયરની શરુઆત કરનાર સોનાક્ષી સિન્હાનો જન્મ 2જી જૂન, 1987ના રોજ પટણા (બિહાર) ખાતે થયો હતો. સોનાક્ષી સિન્હા હાલ બૉલીવુડના અત્યંત વ્યસ્ત અભિનેત્રીઓમાંના એક છે. સોનાક્ષી સિન્હાની અત્યાર સુધી સાત ફિલ્મો આવી ચુકી છે. તેમાં દબંગ ઉપરાંત રાઉડી રાઠોડ, જોકર, સન ઑફ સરદાર તથા દબંગ 2 ફિલ્મોમાં તેઓ લીડ રોલમાં હતાં, તો ઓહ માય ગૉડ તથા હિમ્મતવાલા ફિલ્મોમાં તેમણે આયટમ સૉંગ કર્યાં છે. દબંગમાં સલમાન સાથે ફિલ્મી કૅરિયર શરૂ કરનાર અત્યાર સુધી અક્ષય કુમાર અને અજય દેવગણ સાથે જ જોડી બનાવી શક્યાં છે.

સોનાક્ષી સિન્હા હાલ પોતાની આવનાર ફિલ્મ લુટેરા અંગે વ્યસ્ત છે કે જેમાં તેમની સાથે રણવીર સિંહ છે, તો વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન ફિલ્મમાં તેઓ અક્ષય કુમાર સાથે દેખાશે. ઉપરાંત શાહિદ કપૂર સાથે રૅમ્બો રાજકુમારમાં પણ તેઓ આવી રહ્યાં છે. પિસ્તૌલ તથા વેલકમ અગેન જેવી ફિલ્મોમાં પણ તેઓ કામ કરવાનાં છે.

આવો તસવીરોમાં જોઇએ સોનાક્ષી સિન્હાનું બૉલીવુડ કૅરિયર.

દબંગ

દબંગ

સોનાક્ષી સિન્હાએ પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત દબંગ ફિલ્મ સાથે કરી હતી. તેમના પાત્રનું નામ રજ્જો ખૂબ જ જાણીતું થઈ ગયું છે. ફિલ્મમાં તેમના હીરો સલમાન ખાન હતાં.

રાઉડી રાઠોડ

રાઉડી રાઠોડ

દબંગ જેવી હિટ ફિલ્મ સાથે શરુઆત કરનાર સોનાક્ષીની બીજી ફિલ્મ અક્ષય કુમાર સાથે રાઉડી રાઠોડ હતી. રાઉડી રાઠોડ પણ હિટ રહી અને સોનાક્ષી બૉલીવુડમાં છવાઈ ગયાં.

ઓહ માય ગૉડ

ઓહ માય ગૉડ

સોનાક્ષી ત્રીજી વાર ઓહ માય ગૉડ ફિલ્મમાં ગો ગો ગો ગોવિંદા.. ગીતમાં પ્રભુ દેવા સાથે કદમ મેળવતા દેખાયાં. આ ફિલ્મ પરેશ રાવલ અને અક્ષય કુમારની હતી. સોનાક્ષીએ માત્ર એક આયટમ સૉંગ કર્યુ હતું.

જોકર

જોકર

દબંગ અને રાઉડી રાઠોડ જેવી હિટ ફિલ્મો સાથે શરુઆત કરનાર સોનાક્ષીને પ્રથમ વાર નિષ્ફળતાનો સ્વાદ ચખાડ્યો જોકર ફિલ્મે. અક્ષય કુમાર સાથેની સોનાક્ષીની આ બીજી ફિલ્મ ફ્લૉપ સાબિત થઈ હતી.

સન ઑફ સરદાર

સન ઑફ સરદાર

સોનાક્ષી સિન્હા સન ઑફ સરદારમાં પ્રથમ વાર અજય દેવગણ સાથે દેખાયાં. આ ફિલ્મ સરેરાશ રહી હતી.

દબંગ 2

દબંગ 2

દબંગની સિક્વલ દબંગ 2માં રજ્જોએ પુનઃ લોકોના દિલ જીતી લીધાં. સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હાની જોડી પુનઃ હિટ સાબિત થઈ.

હિમ્મતવાલા

હિમ્મતવાલા

અજય દેવગણ તથા તમન્ના ભાટિયાની હિમ્મતવાલા ફિલ્મમાં સોનાક્ષી સિન્હાએ આયટમ સૉંગ કર્યુ હતું.

લુટેરા

લુટેરા

સોનાક્ષી સિન્હા હવે પછી લુટેરા ફિલ્મમાં દેખાશે. તેમના હીરો રણવીર સિંહ છે.

ઓયૂટીએમએ

ઓયૂટીએમએ

વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન સાથે જ સોનાક્ષી સિન્હાની અક્ષય કુમાર સાથે સૌથી વધુ ફિલ્મો થઈ જશે. ફિલ્મમાં ઇમરાન ખાન પણ છે.

રૅમ્બો રાજકુમાર

રૅમ્બો રાજકુમાર

સોનાક્ષી સિન્હા પ્રભુ દેવા દિગ્દર્શિત રૅમ્બો રાજકુમારમાં શાહિદ કપૂર સાથે કામ કરી રહ્યાં છે.

પિસ્તોલ

પિસ્તોલ

શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હાના પુત્રી સોનાક્ષીની આવનારી ફિલ્મોમાં પિસ્તોલનો પણ સમાવેશ થાય છે.

વેલકમ અગેન

વેલકમ અગેન

વેલકમની સિક્વલ વેલકમ અગેનમાં પણ સોનાક્ષી સિન્હાને સાઇન કરી લેવાયાં છે. ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X