'પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી...', જ્યારે સોનાલી ફોગાટને અલી ગોની સાથે થવા લાગ્યો હતો પ્રેમ

રિયાલિટી શોના એક એપિસોડમાં સોનાલીએ ખુલાસો કર્યો હતો કે તે અલી ગોનીના પ્રેમમાં છે.

મુંબઈઃ સોનાલી ફોગાટના ચાહકોને ત્યારે આઘાત લાગ્યો જ્યારે તે તેના સ્ટાફ સાથે ગોવા ગઈ અને સમાચાર આવ્યા કે તેનુ હાર્ટ એટેકના કારણે નિધન થયુ છે. સોનાલી હવે આ દુનિયામાં નથી એ માનવુ ખરેખર મુશ્કેલ છે. સોનાલીએ ઈન્ડસ્ટ્રીમાં ઘણુ કામ કર્યુ છે. તેને સલમાન ખાનના ફેમસ રિયાલિટી શો બિગ બોસથી પણ ઘણી ખ્યાતિ મળી હતી. શોના એક એપિસોડમાં સોનાલીએ ખુલાસો કર્યો હતો કે તે અલી ગોનીના પ્રેમમાં છે. સાથે જ તેણે એમ પણ કહ્યુ કે પ્રેમમાં ઉંમરથી કોઈ ફરક નથી પડતો.

બિગ બૉસથી મળી ફેમ

બિગ બૉસથી મળી ફેમ

સોનાલી ફોગાટ રાજનીતિની સાથે ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂબ જ સક્રિય રહી છે. અભિનેત્રી ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે સલમાન ખાનના શો બિગ બૉસમાં ભાગ લીધો હતો. અભિનેત્રી રિયાલિટી શોથી ઘણી છવાઈ ગઈ હતી.

અલી ગોનીને દઈ બેઠી દિલ

અલી ગોનીને દઈ બેઠી દિલ

બિગ બૉસમાં પણ સોનાલીએ તેના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. ઘરમાં અન્ય સ્પર્ધકો સાથે તેને ઉગ્ર બોલાચાલી પણ થઈ જતી હતી. આ બધા ઉપરાંત સોનાલીએ ત્યારે લાઈમલાઈટ લૂંટી જ્યારે ઉંમરનુ બંધન તોડીને તે અલી ગોનીને પોતાનુ દિલ દઈ બેઠી.

અલી મારા માટે ખાસ છે

અલી મારા માટે ખાસ છે

હા! સોનાલી અલી ગોનીને ખૂબ જ પસંદ કરવા લાગી અને તેણે પોતે આ વાત કહી. તેણે ઘરના સભ્યો સામે પોતાના દિલની વાત વ્યક્ત કરી હતી. તેણે કહ્યુ હતુ કે અલી તેના માટે ખૂબ જ ખાસ છે.

'કોઈને પસંદ કરવુ ખરાબ વાત નથી'

'કોઈને પસંદ કરવુ ખરાબ વાત નથી'

પોતાના દિલની વાત જણાવતા સોનાલીએ કહ્યુ હતુ કે મને અલીને જોવો ગમે છે. તેની સાથે વાત કરવાનુ ગમે છે. સોનાલીએ તો ત્યાં સુધી કહ્યુ કે કોઈને પસંદ કરવુ એ ખરાબ વાત નથી.

આ રીતે શરુ થયુ સોનાલીનુ કરિયર

આ રીતે શરુ થયુ સોનાલીનુ કરિયર

સોનાલી ફોગાટની કારકિર્દી વિશે વાત કરીએ તો તેણે રાજકારણમાં આવવાના ઘણા સમય પહેલા મોડલિંગ પણ કર્યુ હતુ. સોનાલીએ પોતાના કરિયરની શરૂઆત હિસાર દૂરદર્શનમાં એન્કરિંગ કરીને કરી હતી. આ પછી તેણે ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યુ. સલમાન ખાનના શો બિગ બોસથી તેને ઘણી ઓળખ મળી હતી.

ફેન્સને લાગ્યો તગડો ઝટકો

ફેન્સને લાગ્યો તગડો ઝટકો

સોનાલીના આકસ્મિક નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. તેના મૃત્યુનુ કારણ હાર્ટ એટેક હોવાનુ કહેવાય છે. આવી સ્થિતિમાં દરેકની સંવેદના તેના પરિવાર સાથે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X