બૉમ્બે ટૉકીઝમાં અનિલ-સોનમ પહેલી વાર એક સાથે
મુંબઈ, 23 એપ્રિલ : બૉલીવુડના સ્ટાર પિતા-પુત્રી અનિલ કપૂર તથા સોનમ કપૂર ચાર દિગ્દર્શકોની ફિલ્મ બૉમ્બે ટૉકીઝમાં એક ખાસ ગીતમાં એક સાથે દેખાશે. પિતા-પુત્રી પહેલી વાર મોટા પડદે એક સાથે દેખાશે.

બૉલીવુડના ફિલ્મ દિગ્દર્શકો કરણ જૌહર, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર તથા દિબાકર બૅનર્જીની ચાર લઘુ કથાઓના સમ્પુટ સમાન બૉમ્બે ટૉકીઝ ફિલ્મ ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં બનાવવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ દિગ્દર્શકોએ ફિલ્મમાં એક ખાસ ગીત ઉમેર્યું છે કે જેમાં બૉલીવુડના જાણીતા ચહેરાઓ નજરે પડશે. આ ચહેરાઓમાં અનિલ કપૂર અને તેમના પુત્રી સોનમ કપૂર પણ હશે. આ ગીતને વૈભવી મર્ચંટે કોરિયોગ્રાફ કર્યું છે. આ ગીત કદાચ ફિલ્મની શરુઆતથી જ દર્શાવાશે. આ ગીત ફિલ્મના અંત સુધી પણ ગૂંજતૂં રહેશે, એમ કહેવાય છે. આ ગીત માટે લૅડીઝ કલાકારોએ ગોલ્ડન કલરના કૉસ્ચ્યુમ પહેર્યાં છે, તો જેંટ્સ કલાકારો ટ્યૂક્સીડો (દિવસના ભોજન વખતે પહેરાતી જૅકેટ)માં દેખાશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
