લંડનમાં જમીન પર ઊંઘવા માટે મજબૂર થયા સોનમ અને આનંદ, જાણો કારણ
લંડનમાં જમીન પર ઊંઘવા માટે મજબૂર થયા સોનમ અને આનંદ
મુંબઈઃ બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહૂજાએ લંડનના પોતાના નવા ઘરમાં જમીન પર ઊંઘવું પડ્યું. જણાવી દઈએ કે સોનમ કપૂરે આની એક ફોટો ઈન્સટાગ્રામ પર શેર કરીને લખ્યું- લંડનમાં જમીન પર ઊંઘવું પડ્યું કેમ કે અણારા નવા બેડ ન આવ્યાં, પરંતુ આનંદ આ ઠીક છે કેમ કે આ સુંદર યાદો છે.
|
લગ્ન બાદથી લંડનમાં જ રહે છે સોનમ
સોનમ કપૂરે વર્ષ 2018ની 8મેના રોજ દિલ્હીના બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કરી લીધાં હતાં જે બાદ આનંદે લંડનમાં ઘર ખરીદી લીધું. જેને પગલે સોનમનો વધુ સમય લંડનમાં જ વિતે છે. આનંદ Bhaane બ્રાન્ડના ફાઉન્ડર છે.

2 અઠવાડિયા પણ મળ્યા વિના નથી રહી શકતી સોનમ
કેમ કે સોનમ બૉલીવુડ એક્ટ્રેસ છે માટે તેમણે ભારતમાં લાંબા સમય સુધી કામ કરવાનું થાય છે પરંતુ આનંદ હંમેશા બહાર રહે છે. આનંદ દ્વારા એક ઈન્ટર્વ્યૂમાં આપવામાં આવેલ જવાબ મુજબ સોનમ અને આનંદે નક્કી કરી રાખ્યું છે કે તેઓ એકબીજાને મળ્યા વિના 2 અઠવાડિયાથી પણ વધુ નથી રહે.

સોનમના લગ્નમાં સ્ટાર્સે મચાવી હતી ધૂમ
આજકાલ બૉલીવુડ સ્ટાર્સ મીડિયા અને દેશથી દૂર જઈને લગ્ન કરવાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. પરંતુ સોનમે એવું બિલકુલ ન કર્યું જે તેમના લગ્નની તસવીરો જોઈને સ્પષ્ટ માલૂમ પડે છે. સોનમે સમગ્ર ઈન્ડસ્ટ્રીને આમંત્રણ આપ્યું હતું અને સૌએ ત્યાં પહોંચીને ભારે ધૂમ પણ મચાવી હતી.












Click it and Unblock the Notifications
