ક્વૉરંટાઈન નિયમ તોડવાનો આરોપ લગાવનારાને સોનમ કપૂરે આપ્યો જડબાતોડ જવાબ

સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિએ સોનમ કપૂર અને મૌની રૉયના ફોટા શેર કરીને લખ્યુ હતુ કે આ લોકોએ યુકેમાં ક્વૉરંટાઈન લૉ તોડ્યો છે અને લાખો લોકોના જીવ ખતરામાં નાખ્યો છે.

અભિનેત્રી સોનમ કપૂર અને મૌની રૉય પર યુકેમાં ક્વૉરંટાઈન લૉ તોડવાનો આરોપ લાગ્યો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિએ સોનમ કપૂર અને મૌની રૉયના ફોટા શેર કરીને લખ્યુ હતુ કે આ દિવસોમાં યુકેમાં ક્વૉરંટાઈન લૉ તોડ્યો છે અને લાખો લોકોનો જીવ ખતરામાં નાખ્યો છે. આ લોકો સામે કડકમાં કડક એક્શન લેવામાં આવે, આ બધાને જેલ મોકલવામાં આવે અથવા તગડો દંડ લગાવવામાં આવે.

સોનમ કપૂરને આવ્યો ગુસ્સો, આપ્યો જડબાતોડ જવાબ

સોનમ કપૂરને આવ્યો ગુસ્સો, આપ્યો જડબાતોડ જવાબ

આ પોસ્ટ વાયરલ થવા પર અમુક લોકો સોનમ કપૂરના સમર્થનમાં આવી ગયાતો અમુક લોકો વિરોધમાં છે. પોતાના ઉપર ચર્ચા થતી જોઈ સોનમ કપૂરે પોતાની સામે નિવેદનબાજી કરનાર લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે.

'સંપૂર્ણપણે ક્વૉરંટાઈનમાં છુ, આવા લોકોને ઈગ્નોર કરો'

પોતાના જ કોઈ ટ્વિટને રી-ટ્વિટ કરીને સોનમ કપૂરે ટ્વિટર પર લખ્યુ છે કે, 'હું મારા ગાર્ડનમાં છુ જે મારી બિલ્ડિંગ સાથે જોડાયેલો છે, સંપૂર્ણપણે ક્વૉરંટાઈનમાં છુ, આવા લોકોને ઈગ્નોર કરો.' પોતાના જ કોઈ સપોર્ટરને ટ્વિટને રીટ્વિટ કરીને સોનમ કપૂરે ટ્વિટર પર લખ્યુ છે

1000 યુરોનો દંડ અથવા કેસ

1000 યુરોનો દંડ અથવા કેસ

મૌની રૉયની પણ પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે નિયમ મુજબ યુકેમાં બહારથી આવતા દરેક વ્યક્તિએ 14 દિવસ ક્વૉંરંટાઈન પીરિયડમાં રહેવુ પડશે. આ 8 જૂનથી અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. જો કોઈ આ નિયમનુ પાલન નહિ કરે તો તેને 1000 યુરોનો દંડ કે કેસનો સામનો કરવો પડશે. આ નિયમ યુકેના લોકો માટે પણ છે કે જે ક્યાંક બહારથી ઘરે પાછા આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X