સોનમનો ફિયાસ્કો, ઇન્ટરનેશનલ મીડિયાએ સમજી લીધી દીપિકા!

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડની ફેશન દિવા સોનમ કપૂર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2017ના રેડ કાર્પેટ પર છવાઇ ગઇ હતી. રેડ કાર્પેટના તેના બંન્ને લુક્સ અત્યંત શાનદાર હતા અને લોકો તેના વખાણ કરતાં થાકતા નહોતા. ફેશન ક્રિટિક્સ અને ફેન્સની આશા અનુસાર સોનમે ખૂબ સરસ રીતે થોડા હટકે લુક્સ કાન્સમાં પ્રેઝન્ટ કર્યા.

સોનમ પોતાની ફેશન સેન્સ અને સ્ટાયલના વખાણ હજુ તો પૂરા સાંભળે એ પહેલાં જ ઇન્ટરનેશનલ મીડિયાએ તેની ડ્રેસિંગની તમામ મહેનત પર પાણી ફેરવી દીધું.

સોનમને સમજી બેઠા દીપિકા

સોનમને સમજી બેઠા દીપિકા

સોનમ કપૂરનો કાન્સનો ફર્સ્ટ રેડ કાર્પેટ લુક ખૂબ શાનદાર હતો, ઇન્ટરનેશનલ મીડિયાએ સોનમની આ તસવીર દીપિકાના નામે પોસ્ટ કરી હતી. તેમણે સોનમના ફોટો સાથે લખ્યું હતું, ઇન્ડિયન એક્ટ્રેસ દીપિકા પાદુકોણ....

નારાજ સોનમ

નારાજ સોનમ

સોનમને જ્યારે જાણ થશે કે તેણે કાન્સના લુક્સ પાછળ ખર્ચેલ તમામ મહેનત, સમય અને પૈસાનું શ્રેય ઇન્ટરનેશનલ સ્ટેજ પર દીપિકાને ફાળે ગયું છે, ત્યારે તેને ચોક્કસ લાગી આવશે. આખરે સોનમની ઇન્ડસ્ટ્રીમાં એક માત્ર ફેશન દિવા તરીકેની જ તો ઓળખાણ છે, એ પણ કોઇ ઝૂંટવી લે તો ખરાબ તો લાગે જ! ખાસ કરીને દીપિકા, જે સોનમની સૌથી મોટી રાઇવલ ગણાય છે, એવી રાઇવલ જે ફેશન બ્લંડર્સ માટે ફેમસ છે.

સોનમ વિ. દીપિકા

સોનમ વિ. દીપિકા

દીપિકા અને સોનમ વચ્ચેની કોલ્ડ વોર જગ-જાહેર છે. સોનમ પહેલાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆતમાં દીપિકા પાદુકોણ રેડ કાર્પેટ પર જોવા મળી હતી. દીપિકાએ આ વર્ષે કાન્સમાં ડેબ્યૂ કર્યું છે, જ્યારે સોનમનું કાન્સમાં આ 7મું વર્ષ છે. આથી સોનમ આવી ખબરથી નારાજ થાય એ વાત સ્વાભાવિક છે.

આનંદ અહુજા

આનંદ અહુજા

જો કે, સોનમે બહુ નિરાશ થવાની પણ જરૂર નથી. કાન્સ દરમિયાન અને કાન્સ બાદ તેની પાસે ખુશ થવાના અનેક કારણો છે. સોનમના બોયફ્રેન્ડ આનંદ અહુજા દુર બેઠા-બેઠા પણ સોનમના કાન્સ એપિરિયન્સ પર નજર રાખીને બેઠા હતા. સોનમની જે તસવીરો રેહા કપૂરે પોસ્ટ કરી છે, તેની પર કોમેન્ટ કરતાં આનંદ અહુજાએ કંઇક આ રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

English summary
Sonam Kapoor gets mistaken as Deepika Padukone post her Cannes red carpet appearance.
Please Wait while comments are loading...