Pics : જીક્યૂ મૅગેઝીન માટે હૉટ થયાં રાંઝણા ગર્લ!
મુંબઈ, 5 ઑગસ્ટ : બૉલીવુડમાં સતત બે સફળ ફિલ્મોમાં આપનાર અભિનેત્રી સોનમ કપૂરે તાજેતરમાં જ જીક્યૂ મૅગેઝીન માટે હૉટ ફોટશૂટ કરાવ્યું છે.
ધનુષ સાથે રાંઝણા જેવી સુપરહિટ ફિલ્મ આપનાર સોનમ કપૂર હવે બૉલીવુડમાં રાંઝણા ગર્લ તરીકે જાણીતા થઈ ગયાં છે, પરંતુ આ રાંઝણામાં સિમ્પલ-સાદગીસભર દેખાતાં સોનમ કપૂર થોડાંક દિવસ અગાઉ જ બોલ્યા હતાં કે તેઓ ફૅમ અને ગ્લૅમરના કારણે જ એક્ટિંગ સાથે જોડાયાં અને એટલે જ તો તેમણે તાજેતરમાં જ જીક્યૂ મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું.
રણબીર કપૂર સાથે સાંવરિયા ફિલ્મ દ્વારા સોનમ કપૂરને લાંબા સંઘર્ષ બાદ રાંઝણા ફિલ્મ દ્વારા સફળતા મળી છે. ઉપરાંત તેમની ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ પણ હિટ રહી છે.
આવો તસવીરો સાથે જાણીએ સોનમ કપૂરના દિલની વાતો :

દિગ્દર્શક બનવા માંગતા હતાં
સોનમનું કહેવું છે કે તેઓ ત્યારેય ફિલ્મોમાં એક્ટિંગ કરવા નહોતા માંગતાં. તેઓની મહેચ્છા કાયમ દિગ્દર્શક બનવાની હતી

ફૅમ અને ગ્લૅમરે આકર્ષ્યાં
સોનમને એક્ટિંગ માટે સરળતાથી તકો મળી અને તે પછી ફૅમ અને ગ્લૅમરના કારણે તેઓ એક્ટિંગ સાથે જોડાઈ ગયાં.

સતત બે સફળતા
સોનમ કપૂરની સતત બે ફિલ્મો ભાગ મિલ્ખા ભાગ અને રાંઝણા જ સફળ રહી છે.

સહાયક દિગ્દર્શક રહી ચુક્યાં
સોનમે જણાવ્યું - હું ખોટું નહીં બોલું, મને ગ્લૅમર સાથે લગાવ છે. સોનમ કપૂર દિગ્દર્શક બનવા માટે બ્લૅક ફિલ્મ દરમિયાન સંજય લીલા ભાનુશાળી સાથે સહાયક દિગ્દર્શક પણ રહી ચુક્યાં છે.

દિગ્દર્શન પ્રથમ પ્રેમ
દિગ્દર્શન જ સોનમનો પ્રથમ પ્રેમ રહ્યો છે.

સાંવરિયાથી શરુઆત
સોનમ કપૂરે સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ સાંવરિયા સાથે પોતાના બૉલવુડ કૅરિયરની શરુઆત કરી હતી.

નિષ્ફળતાના છ વર્ષ
સોનમ કપૂર બૉલીવુડમાં છ વરસથી છે અને આ છ વરસ દરમિયાન તેમનો સામનો સતત નિષ્ફળતાઓ સાથે થયો છે. તેમની છેલ્લી ફ્લૉપ ફિલ્મ મૌસમ હતી.

રાંઝણા હિટ
સોનમ કપૂરની પ્રથમ હિટ ફિલ્મ રાંઝણા રહી કે જે તાજેતરમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મમાં તેમના હીરો ધનુષ છે.

ખુશ છે સોનમ
રાંઝણા અને તે પછી ભાગ મિલ્ખા ભાગ પણ હિટ થતાં સોનમ કપૂર ખુશખુશાલ છે.












Click it and Unblock the Notifications
