આ એક્ટ્રેસનું BOLD ફોટોશૂટ જોઇને દંગ રહી જશો...

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડની ફેશન આઇકોન સોનમ કપૂરનું લેટેસ્ટ ફોટોશૂટ હાલ ખૂબ ચર્ચામાં છે. એક મેગેઝિનના કવર પેજ માટે સોનમે હાલમાં જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે અત્યંત બોલ્ડ લાગી રહી છે. આ સોનમનું અત્યાર સુધીનું સૌથી હોટ અને સુંદર ફોટોશૂટ કહેવાઇ રહ્યું છે. આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સોનમે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂરે આ હોટ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ત્રણ વાર શેર કરી છે. તેણે આ તસવીરો શેર કરતાં લખ્યું છે, ફેશન માત્ર મહિલાઓને સુંદર જ નથી બનાવતી, તેમને આશ્વાસન અને આત્મ-વિશ્વાસ આપે છે.

બેસ્ટ કવર ફોટો

બેસ્ટ કવર ફોટો

સોનમે આગળ લખ્યું છે, આ કદાચ અત્યાર સુધીનો મારો બેસ્ટ કવર ફોટો છે. તેણે સાથે જ પોતાના ફોટોગ્રાફરને ધન્યવાદ કહ્યું છે. સોનમનું કહેવું છે, સ્ટાયલમાં કશું સાચું કે ખોટું નથી હોતું, તેનો આધાર તમારા હેતુ પર રહેલો છે.

બોલિવૂડ સ્ટાયલ આઇકોન

બોલિવૂડ સ્ટાયલ આઇકોન

સોનમ કપૂરે બોલિવૂડમાં ફેશન ગેમ ચેન્જ કરી છે, આ પાછળ સોનમની બહેન રેહા કપૂરનો પણ હાથ છે. રેહા કપૂર ઘણીવાર સોનમ કપૂરને મોટી ઇવેન્ટ માટે તૈયાર કરતી હોય છે. આ બંન્ને બહેનોએ મળીને પોતાની ફેશન બ્રાન્ડ લોન્ચ કરી છે, જેનું નામ છે રેહસન.

નેશનલ એવોર્ડ

નેશનલ એવોર્ડ

વર્ષ 2017 સોનમ માટે ઘણું મહત્વપૂર્ણ રહ્યું છે. ફિલ્મ નીરજા માટે તેને આ વર્ષે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. જો કે, નેશનલ એવોર્ડ સમારંભમાં જે વાતે સૌનું ધ્યાન ખેંચ્યું, તે હતા સોનમના બોયફ્રેન્ડ આનંદ અહુજા. સોનમ નેશનલ એવોર્ડ ફંક્શનમાં પોતાના મમ્મી-પપ્પા અને આનંદ સાથે પહોંચી હતી. જે કારણે આ બંન્ને હવે પોતાના રિલેશનને ઓફિશિયલ કરવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

સોનમ કરશે લગ્ન?

સોનમ કરશે લગ્ન?

સોનમ આ વર્ષે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સને ન્યૂ ઇયર વિશ કરવાની સાથે પોતાનો અને આનંદનો એક ફોટો પણ શેર કર્યો હતો. ત્યારથી ચર્ચાઓ હતી કે, સોનમ અને આનંદ જલ્દી જ પોતાના રિલેશનને ઓફિશિયલ કરશે. નેશનલ એવોર્ડ સમારંભ બાદ ખબર આવી હતી કે, સોનમ અને આનંદ લગ્ન કરનાર છે અને જલ્દી જ તેમની સગાઇની તારીખનું પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે.

કોણ છે આનંદ અહુજા?

કોણ છે આનંદ અહુજા?

સોનમ કપૂરના બોયફ્રેન્ડ આનંદ અહુજા એક બિઝનેસ મેન છે અને સાથે જ મોડેલ પણ છે. આનંદ કપૂર ફેમિલીની પણ ખૂબ નજીક છે. સોનમ અને આનંદ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાનું કહેવાય છે. સોનમ ઘણીવાર આનંદ સાથે ટ્રાવેલ કરતી પણ જોવા મળી છે.

એક્ટર બનવા કુરૂપતા અનિવાર્ય

એક્ટર બનવા કુરૂપતા અનિવાર્ય

સોનમ કપૂર બોલિવૂડમાં પોલિટકલી ઇનકરેક્ટ આન્સર આપવા માટે ફેમસ છે. એકવાર તેણે કહ્યું હતું, 'જો તમે સુંદર નથી દેખાતા તો તમે બોલિવૂડના સારા એક્ટર મનાઓ છો. એવું લાગે છે જાણે આ કોઇ આશ્વાસન ઇનામ હોય.' સોનમનું કહેવું હતું કે, તે સુંદર છે, માટે લોકો તેને સારી અભિનેત્રી નથી માનતા.

નાની ઉંમરમાં જ આયકોન

નાની ઉંમરમાં જ આયકોન

સોનમને જ્યારે ફાશન આઇકોનનું ટેગ નવું-નવું મળ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું, 'મને બહુ નાની ઉંમરમાં જ આયકોન કહેવામાં આવી. મોટા ભાગે એક્ટ્રેસિસ 40 ક્રોસ કરી જાય, પછી તેમની ગણતરી આયકોનમાં થાય છે. મારા માટે આ બહુ મોટી વાત છે.' જો કે, હવે સોનમ પોતે જ પોતાના આ ટેગથી કંટાળી ગઇ છે.

English summary
Sonam Kapoor Latest Photo shoot Is So Hot.
Please Wait while comments are loading...