સોનમ કપૂરે ઋષિ અંકલ પાસેથી શીખી કૉમેડી

મુંબઈ, 3 જુલાઈ : બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર ફિલ્મ નિર્માતા નૂપુર અસ્થાનાની આવનાર ફિલ્મમાં દર્શકોને હસાવવા તૈયાર છે. પહેલી વાર હાસ્ય ફિલ્મમાં અભિનય કર રહી રહેલાં સોનમ કહે છે કે તેમણે અનુભવી અભિનેતા ઋષિ કપૂર પાસેથી હાસ્ય અભિનયના શીખ્યાં છે.

sonamkapoor

યશ રાજ ફિલ્મ્સ એટલે કે વાયઆરએફના બૅનર હેઠળ બનતી ફિલ્મમાં પોતાની ભૂમિકા અંગે સોનમ કપૂર કહે છે - ઋષિ અંકલ એક બહેતરીન અભિનેતા છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ ગઝબનો રહ્યો. હું તેમની પાસેથી ઘણું બધું શીખી. ફિલ્મમાં હાસ્ય અભિનય માટે જરૂરી ગુર મને ઋષિ કપૂરે જ શિખવાડ્યાં.

સોનમે જણાવ્યું - હાલ હું ફિલ્મ અંગે વધુ ખુલાસો કરી શકતી નથી, પણ નૂપુર અસ્થાના એક બહેતરીન માણસ છે કે જેમની સાથે કામ કરવાની તક મળી છે. ઋષિ કપૂર મને કૉમેડી શીખવવા માટે ઉપયોગી સાબિત થઈ રહ્યાં છે. મેં સંજય લીલા ભાનુશાળી, રાકેશ ઓમપ્રકાશ મહેરા તથા આનંદ એલ રાય જેવા દિગ્દર્શકો સાથે કામ કર્યું છે ને હવે નૂપુરનો પણ તેમાં સમાવેશ થવા જાય છે. તેમના કારણે એક અભિનેત્રી તરીકે મારો આત્મવિશ્વાસ વધ્યો છે.

નોંધનીય છે કે રાંઝણા ગર્લ તરીકે જાણીતા થયેલા સોનમ કપૂર પોતાની ફૅશન-સ્ટાઇલ માટે પણ ફિલ્મ જગતમાં જુદી જ ઓળખ ધરાવે છે. તેમણે જણાવ્યું કે તેમને ફૅશન સેલિબ્રિટી તરીકે પોતાની જાતને જોવી ગમે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X