ઑગસ્ટમાં શરૂ થશે સોનમની ખૂબસૂરતનું શૂટિંગ
મુંબઈ, 29 એપ્રિલ : બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂરની આવનાર ફિલ્મ ખૂબસૂરતનું શૂટિંગ ઑગસ્ટમાં શરૂ થશે. સોનમે જણાવ્યું કે ફિલ્મની વાર્તા તેની મૂળ વાર્તા કરતાં જુદી છે, પરંતુ પાત્રોના મૂળ ચરિત્રને નવી ફિલ્મમાં જેમના તેમ રાખવામાં આવ્યું છે.

વર્ષ 1980માં આવેલી દિગ્દર્શક ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ખૂબસૂરતને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો હતો. ફિલ્મ એક મસ્તીખોર છોકરીની વાર્તા હતી કે જેને એક ડૉક્ટર સાથે પ્રેમ થઈ જાય છે અને તે કઈ રીતે રીતે પોતાની સાસરીમાં કડક મિજાજ સાસુ સહિત સૌનું દિલ જીદવામાં સફળ થાય છે, તે અંગેની આખી વાર્તા છે.
સોનમ કહે છે કે તેમની કોશિશ રહેશે કે ફિલ્મમાં પોતાના પાત્રને વધુમાં વધુ સમકાલીન બનાવી શકે. તેમણે જણાવ્યું - મને કોઈ પણ ભૂમિકા કરતાં અગાઉ ગભરાટ થાય છે. હું કોશિશ કરીશ કે આ ફિલ્મમાં આજની છોકરીઓની જીવનશૈલીને ધ્યાનમાં રાખી પોતાનો રોલ કરૂં.
સોનમ કપૂર કહે છે કે નવી ફિલ્મ ખૂસબૂરત આજની છોકરીઓને ચોક્કસ ગમશે. સોનમ હાલ પોતાની આવનાર ફિલ્મ રાંઝણામાં વ્યસ્ત છે. તેમાં તેમની સાથે દક્ષિણના હીરો ધનુષ ઉપરાંત દીપક ડોબરિયાલ, કંગના રાણાવત તથા અંશુમાન સિંહ પણ છે.












Click it and Unblock the Notifications
