For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રેઝેડી ક્વીનનો રોલ કરવા માંગે છે સોનમ કપૂર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 જુલાઈ : જાણીતા અભિનેત્રી મીના કુમારીના જીવન પર કોઈ ફિલ્મ બને, તો સોનમ કપૂર તેમાં મુખ્ય ભૂમિકા ભજવવા માંગશે. સોનમનું માનવું છે કે મીના કુમારીએ કેટલીક ખામીઓ છતાં પોતાના ચરિત્ર વડે સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.

soanm-meena-kumari

દિલ્લી 6, મૌસમ, આયેશા તથા આઈ હેટ લવ સ્ટોરીઝ જેવી ફિલ્મોમાં જુદા-જુદા પ્રકારની ભૂમિકા ભજવનાર સોનમે જણાવ્યું - હું મીના કુમારની ભૂમિકા ભજવવા માંગીશ. તેમનું જીવન સંઘર્ષભર્યુ હતું. તેઓ ટ્રેજેડી ક્વીન તરીકે જાણીતા હતાં. તેમને લીવર સોયારસિસ હતું અને 39 વર્ષની વયે જ તેમનું મોત થઈ ગયુ હતું.

સોનમ કપૂર કહે છે - હું એવી કોઈ પણ ભૂમિકા ભજવવા માંગીશ કે જ્યાં પાત્ર બહુ જ સારૂં હોય અને તેમાં કોઈ પણ દોષ ન હોય. મને આવા રોલ ગમે છે. એવું એટલા માટે, કારણ કે તેઓ પણ માણસ છે. વાસ્તવિક જીવનમાં મારામાં પણ ઘણી ઉણપો છે. હું એક વાસ્તવિક પાત્રની ભૂમિકા ભજવવા માંગુ છું.

સોનમ કપૂરની રાંઝણા ફિલ્મ તાજેતરમાં જ હિટ થઈ છે. ફિલ્મમાં તેમની સાથે ધનુષ તેમના નાયક હતાં. સોનમે જણાવ્યું - આનંદ એલ રાય મારા મનપસંદ દિગ્દર્શક છે. ધનુષ એક સારા અભિનેતા અને સારા માણસ છે. હું રાકેશ ઓમપ્રકાશ મહેરાની ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ અંગે પણ ઉત્સુક છું કે જેમાં મેં નાનકડી ભૂમિકા ભજવી છે.

English summary
Bollywood actress Sonam Kapoor would love to play legendary actress Meena Kumari in case her biopic is made because she is fascinated by real characters with some flaws.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X