ભાઈની દુશ્મન, બહેનની દોસ્ત : વાહ ભાઈ વાહ!

મુંબઈ, 22 જુલાઈ : હમેશા ઑફ સ્ક્રીન કરના કપૂરની વાતે જ્યારે પણ થાય છે, ત્યારે તેમના ફિગરની વાતો થાય છે અથવા કોઈની સાથે ઝગડા અંગે ચર્ચા થાય છે. જેમ કે કરીના-પ્રિયંકા વચ્ચે બબાલ કે કરીનાને દીપિકા સારા નથી લાગતાં, પણ આ વખતે તેમના ઝગડા અંગે નહીં, પણ દોસ્તીના કારણે તેમની ચર્ચા થઈ રહી છે.

kareena-sonam

મળતી માહિતી મુજબ કરીના કપૂર અને સોનમ કપૂર ટુંકમાં જ એક એડમાં સ્ક્રીન શૅર કરવાનાં છે. બંને બહુ સારા મિત્રો છે, એ તો સૌ જાણે છે, પણ અત્યાર સુધી બંને પડદા ઉપર સાથે નજરે નહોતાં પડ્યાં. હવે આ ઇંતેજાર ખતમ થાય છે અને બંને એક સાથે એક પેસ્ટની જાહેરખબરમાં દેખાનાર છે કે જેની ઔપચારિક જાહેરાત ટુંકમાં જ થનાર છે.

આપને જણાવી દઇએ કે રણબીર કપૂરના પ્રિય બહેન કરીના કપૂરની મૈત્રી રણબીરના જ સૌથી મોટા શત્રુ સોનમ કપૂર સાથે છે. શક્ય છે કે કરીના-સોનમની આ નિકટતાઓથી રણબીર કપૂર આંચકો અનુભવે. એમ પણ કરીનાસોનમ આજથી નહિં, પણ બાળપણથી એક-બીજાની નજીક છે. રણબીર-સોનમ પણ સાથે જ મોટા થયાં છે અને કોઈક જમાનામાં બંને સારા મિત્રો પણ હતાં. તેથી જ બંનેએ પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત સાંવરિયા સાથે કરી હતી, પરંતુ થોડાંક સમય બાદ દીપિકા પાદુકોણના કારણે આ દોસ્તીમાં ખટાશ આવી ગઈ. કહેવાયું તો એમ પણ કે સોનમના કારણે જ દીપિકા પાદુકોણે અને રણબીર કપૂર વચ્ચે બ્રેક-અપ થયું. સોનમે ટીવી પર રણબીરને ચાર વાતો પણ સંભળાવી કે જેથી ઋષિ કપૂર નારાજ થયા હતાં. જોકે પછીથી મામલો શાંત થઈ ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X