પંજાબ પૂરથી પ્રભાવિત પરિવારોને મદદ કરવા માટે પહોંચ્યો Sonu Sood, જાણો શું કહ્યું
Punjab Flood: પંજાબમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. આ આફતથી ઘણા પરિવારો પ્રભાવિત થયા છે. ઘણા કલાકારો પંજાબને મદદ કરવા આગળ આવી રહ્યા છે અને પોતાની ક્ષમતા મુજબ દરેક શક્ય પ્રયાસો કરી રહ્યા છે. હવે બોલીવુડ અભિનેતા સોનુ સૂદ અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે અમૃતસર પહોંચ્યા છે.

Sonu Sood: સોનુ સૂદે જણાવ્યું હતું કે, 'હું બાગપુર, સુલતાનપુર લોધી, ફિરોઝપુર, ફાઝિલ્કા, અજનાલા જઈ રહ્યો છું અને હું આસપાસ જઈને પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરીશ. મને લાગે છે કે આગામી સમયમાં પંજાબમાં હજુ પણ વરસાદ પડી રહ્યો હોવાથી ઘણા ઘરો નાશ પામ્યા છે લોકોની આજીવિકા બરબાદ થઈ ગઈ છે. તેથી હું શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરીશ અને સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી તેમની જરૂરિયાતોની યાદી લઈશ.'
અભિનેતા સોનુ સૂદે મદદ માટે હાથ લંબાવ્યો
અભિનેતા સોનુ સૂદે આગળ કહ્યું હતું કે, 'આ એક અઠવાડિયા કે દસ દિવસનું કામ નથી. પંજાબને તેના પગ પર પાછું લાવવામાં ઓછામાં ઓછા થોડા મહિના લાગશે. મને લાગે છે કે બધા આગળ આવી રહ્યા છે પરંતુ તેમ છતાં પંજાબને શક્ય તેટલી વહેલી તકે પુનર્જીવિત કરવા માટે આપણને ઘણા લોકો જોડાવવાની જરૂર છે. જેમના ઘરો નાશ પામ્યા છે તેમના માટે આપણે સાથે મળીને કેટલાક ઘરો બનાવવાનો પ્રયાસ કરીશું. હું સૌથી વધુ અસરગ્રસ્ત ગામડાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશ.
આ સ્ટાર્સ મદદ માટે આગળ આવ્યા
અત્યાર સુધી સોનુ સૂદ, સંજય દત્ત, સિવાય દિલજીત દોસાંઝ, એમી વિર્ક, હિમાંશી ખુરાના અને જસબીર બસ્સી જેવા કલાકારો પંજાબની મદદ માટે આગળ આવ્યા છે.
પંજાબમાં પૂરનો પ્રકોપ
તમને જણાવી દઈએ કે, 17 ઓગસ્ટથી પંજાબમાં પૂરની સ્થિતિએ વધુ તબાહી સર્જી રહી છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શનિવારે અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, પૂરમાં મૃત્યુઆંક 46 થઈ ગયો છે જ્યારે 1.75 લાખ હેક્ટર જમીન પર ઉભેલા પાકનો નાશ થયો છે. 1 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન 14 જિલ્લાઓમાંથી 43 લોકોના મોત નોંધાયા છે અને 23 જિલ્લાઓના 1,996 ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા છે.












Click it and Unblock the Notifications
