તેને તો ફાંસી લગાવી દીધી, પરંતુ હું આજ સુધી ઘૂંટાઈ ઘૂંટાઈ ને મરું છું
આખરે ફરી એકવાર સૂરજ પંચોલીએ જિયા ખાન આત્મહત્યા કેસમાં પોતાની ચુપ્પી તોડી છે. આ વખતે તેનો ગુસ્સો બહાર આવ્યો છે. સૂરજ પંચોલીએ કહ્યું કે જે દિવસથી જિયા ખાને ફાંસી લગાવી દીધી છે તે દિવસથી આજ સુધી હું રોજ મરું છું. કારણે લોકો રોજ મને ગુનેગારની નજરથી જુએ છે.

કેટલીક વસ્તુઓ તો કોર્ટ પહેલા જ મીડિયામાં બહાર આવી જાય છે અને મારા પર પબ્લિકમાં કેસ ચલાવવામાં લાગી જાય છે. પરંતુ કોઈને પણ આ વાતની સમજ નથી કે મેં મારા ખાસ વ્યક્તિને ગુમાવ્યો છે.

હું પણ ન્યાયની એટલી જ રાહ જોઈ રહ્યો છું જેટલી બીજા લોકો જુએ છે. મારે પણ જાણવું છે કે આખું સત્ય શુ છે. પરંતુ જયારે પણ મારી જિદંગી નોર્મલ થઇ જાય છે. લોકો મને ખેંચીને પાછળ ધકેલી દે છે. જ્યાંથી તે ખુબ જ મુશ્કિલથી બહાર આવી શક્યો છે.

જિયા ખાનની માતા રાબિયા ખાને પણ આરોપ લગાવ્યો છે કે તેની દીકરીએ આત્મહત્યા નથી કરી. પરંતુ તેની હત્યા થયી છે. તેમનું કહેવું છે કે તેની હત્યા માટે સૂરજ પંચોલી જવાબદાર છે.જિયા ખાનની આત્મહત્યા કેસમાં એક બ્રિટિશ ફોરેન્સિક એજેન્સીએ કેટલાક તાજા ખુલાસા કર્યા છે. જે વાસ્તવિક રિપોર્ટથી બિલકુલ અલગ જ છે. બ્રિટિશ એક્સપર્ટ પેન જેમ્સની રિપોર્ટ અનુસાર જિયા ખાનની આત્મહત્યાનો સીન પુરી રીતે નાટકીય હતો.

આ રિપોર્ટનું માન્યે તો જિયા ખાનની ગર્દન અને ચહેરાના નિશાન સાફ જણાવે છે કે તે આત્મહત્યાનો કેસ નથી. જિયા ખાનના હોઠ પર જે નિશાન હતા તે દાંતના નથી. પરંતુ ચોટના નિશાન હતા જે જબરજસ્તી મોઢાને ઢાંકવાથી આવે છે.

સીબીઆઈની રિપોર્ટ અનુસાર હોઠ પર નિશાન દાંતના હતા જે ફાંસી લગાવ્યા પછી ગળું ઘૂંટાવાથી આવે છે. પરંતુ બ્રિટિશ ફોરેન્સિક એજેન્સીના જણાવ્યા અનુસાર દુપટ્ટાથી આવા નિશાન આવવા શક્ય જ નથી.જિયા ખાને આત્મહત્યા કરતાં પહેલાં જે 6 પાનાનો છેલ્લો પત્ર લખ્યો હતો તે એનાં બેડરૂમમાંથી મળી આવ્યા બાદ પોલીસે સૂરજને પૂછપરછ માટે બોલાવ્યો હતો. તે પત્રમાં જિયાએ સૂરજ સાથે તેનાં બગડેલા પ્રેમસંબંધનો ઉલ્લેખ કર્યો છે.

જિયાના ઘરના સભ્યોને આ સુસાઇડ નોટ ઘરની સાફ-સફાઈ દરમિયાન મળીહતી. તેમણે આ નોટ પોલીસને સોંપી દીધી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ સુસાઇડ નોટમાં રાઇટિંગ જિયાની છે કે કેમ? જોકે જિયાના અંતિમ સંસ્કાર બાદ તેમના માતા રાબિયા ખાને સૂરજ પંચોલી સામે આરોપ મૂક્યો હતો કે તેણે મારા પુત્રી સાથે દગો કર્યો. મારી પુત્રી માસૂમ હતી. સૂરજે તેનો ભરોસો તોડ્યો.

જિયા ખાન સૂરજ દ્વારા સગર્ભા પણ થયા હતાં અને પછી તેમણે ગર્ભપાત કરાવ્યુ હતું. પરંતુ આમ છતાં જિયા ખાન સૂરજ પંચોલી ઉપર આંખ બંધ કરી ભરોસો કરતા રહ્યાં.















Click it and Unblock the Notifications
