સૂરજ પંચોલીએ છેલ્લે વાત કરી હતી જિયા સાથે!
મુંબઈ, 4 જૂન : મુંબઈ ખાતે સોમવાર રાત્રે આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેત્રી જિયા ખાન સાથે છેલ્લી વાર સૂરજ પંચોલીએ વાત કરી હતી. સૂરજ પંચોલી બૉલીવુડના જાણીતા અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર છે.

મળતી માહિતી મુજબ સૂરજ પંચોલી જિયા ખાનના બૉયફ્રેન્ડ હતાં અને તેમની વચ્ચે સમ્પર્કો હતાં. જિયા ખાનની કૉલ ડિટેલ ઉપરથી જાણવા મળ્યું છે કે જિયા ખાન સાથે છેલ્લે સૂરજ પંચોલીએ વાતચીત કરી હતી. પોલીસ સૂરજ પંચોલીની પૂછપરછ કરવાની છે કે જેથી જિયાના મોતના રહસ્ય ઉપરથી પડદો ઉંચકી શકાય. હાલ તો એમ જ મનાય છે કે જિયાએ આત્મહત્યા કરી છે.
નોંધનીય છે કે જિયા ખાનની લાશ તેમના જુહૂ ખાતે આવેલ ઘરમાં પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવી છે અને કોઈ સુસાઇડ નોટ નહીં મળતાં પોલીસ માટે કેસ ઉકેલવો મુશ્કેલ થઈ ગયું છે. પોલીસ આ અંગે જિયા ખાનના માતા અને નજીકના લોકોના નિવેદનો લઈ રહી છે.
પોલીસને આશા છે કે સૂરજ પંચોલીની પૂછપરછ દરમિયાન કંઇક માહિતી મળી શકે છે. સૂરજ પંચોલીએ છેલ્લે જિયા ખાન સાથે વાતચીત કરી હતી.












Click it and Unblock the Notifications
