રાધાને સેક્સી કહેતાં એસઓટીવાય વિરુદ્ધ કેસ દાખલ

મુંબઈ, 2 નવેમ્બર : નિર્માતા-દિગ્દર્શક કરણ જૌહર દ્વારા દિગ્દર્શિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર એટલે કે એસઓટીવાય ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે. લોકો હજુય આ ફિલ્મ જોવા થિયેટરોમાં જઈ રહ્યાં છે, પરંતુ લાગે છે કે કરણ જૌહર અને તેમની એસઓટીવાય ટીમને કોઈકની નજર લાગી ગઈ છે, કારણ કે તેમની ટીમ વિરુદ્ધ મુંબઈમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ તમામનો ગુનો એ છે કે તેમણે ફિલ્મમાં રાધા માટે સેક્સી શબ્દનો પ્રયોગ કર્યો છે.

Varun & Alia

આપને જણાવી દઇએ કે આ ફિલ્મના નિર્માતા શાહરુખ ખાન અને તેમનાં પત્ની ગૌરી ખાન છે. તેથી તે બંને વિરુદ્ધ પણ કેસ નોંધાવવામાં આવ્યો છે. માહિતી મળી છે કે મુંબઈના મનીષ બિશ્નોઈએ અદાલતમાં અરજી દાખલ કરી છે કે જેમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે ફિલ્મના એક ગીતમાં રાધાને સેક્સી કહેતાં લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. તેથી આ ફિલ્મની આખી ટીમ દિગ્દર્શક કરણ જૌહર, નિર્માતા શાહરુખ ખાન, ગૌરી ખાન, ધર્મા પ્રોડક્શન, શ્રેયા ઘોષાલ, ઉદિત નારાયણ, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, ઋષિ કપૂર, સંજય દત્ત, સોની મ્યુઝિક કમ્પની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવી જોઇએ. હાલ તો આ તમામની વિરુદ્ધ કલમ 295એ, 120 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X