તો શું આવતા મહિને કાશ્મીરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે રણબીર-આલિયા?

સમાચાર આવી રહ્યા છે કે આલિયા-રણબર બંને આવતા વર્ષે લગ્ન બંધનમાં બંધાશે અને બંનેના લગ્ન ધરતીની જન્નત કહેવાતા કાશ્મીરમાં થશે.

છેલ્લા ઘણા વખતથી બોલિવુડની ગલીઓમાં ચર્ચા છે કે અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ એકબીજાને પ્રેમ કરે છે અને જલ્દી લગ્ન કરવા ઈચ્છે છે, બંનેના પરિવારવાળાને પણ આ સંબંધ કબૂલ છે. જો કે બંને તરફથી કોઈ અધિકૃત પુષ્ટિ મળી નથી પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આલિયા-રણબર બંને આવતા વર્ષે લગ્ન બંધનમાં બંધાશે અને બંનેના લગ્ન ધરતીની જન્નત કહેવાતા કાશ્મીરમાં થશે.

તો આવતા મહિને કાશ્મીરમાં લગ્ન કરશે રણબીર-આલિયા?

તો આવતા મહિને કાશ્મીરમાં લગ્ન કરશે રણબીર-આલિયા?

મુંબઈ મિરરની સમાચાર મુજબ રણબીર અને આલિયાએ પોતાના વર્ક શિડ્યુલમાંથી એક મહિનાની છુટ્ટી લીધી છે. બંને લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે અને બંને કાશ્મીરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાના છે. હાલમાં આ સમાચાર બાદ બંનેના લગ્નની ચર્ચાઓએ વધુ જોર પકડી લીધુ છે. જો કે બંનેએ બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં પહેલી વાર સ્ક્રીન પર સાથે જોવા મળવાના છે, આ ફિલ્મ પણ આગામી વર્ષે રિલીઝ થશે.

આલિયા-રણબીર જલ્દી કરવાના લગ્નઃ દીપિકા પાદુકોણ

આલિયા-રણબીર જલ્દી કરવાના લગ્નઃ દીપિકા પાદુકોણ

તમને જણાવી દઈએ કે બંનેના લગ્ન વિશે હાલમાં જ બોલિવુડની મસ્તાની અને રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણે એક ઈશારો કર્યો હતો. તેણે એક ઈવેન્ટમાં આલિયા-રણબીરની સામે કહી દીધુ હતુ કે આ બંને જલ્દી લગ્ન કરવાના છે, જેને સાંભળીને આલિયા-રણબીર સહિત બધા ચોંકી ગયા હતા.

લગ્નનુ કાર્ડ પણ થયુ હતુ વાયરલ

લગ્નનુ કાર્ડ પણ થયુ હતુ વાયરલ

વચમાં તો એ સમાચાર પણ આવ્યા હતા કે આલિયા પોતાના માટે લહેંગો પણ તૈયાર કરાવી ચૂકી છે પરંતુ આલિયાની માએ આવા કોઈ પણ સમાચારને ધરમૂળથી ફગાવી દીધા હતા. ત્યારબાદ બંનેનુ લગ્નનુ કાર્ડ વાયરલ થયુ હતુ જેમાં બંનેના લગ્ન 22 જાન્યુઆરી 2020 બતાવવામાં આવી હતી. જો કે તે બાદમાં ફેક નીકળ્યુ હતુ. હવે જોઈએ છીએ કે મુંબઈ મિરરના સમાચાર સાચા નીકળે છે કે નહિ. હાલમાં બંનેના લગ્નની ચર્ચાએ બંનેની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર પ્રત્યે ઉત્સુકતા પેદા કરી દીધી છે. બંનેના ફેન્સ બંનેને રીલ અને રીયલ બંને જગ્યાએ સાથે સાથે જોવા ઈચ્છે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X