For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયે પોતાના માતાપિતા સામે કર્યો કેસ, કારણ જાણીને ચોંકી જશો

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર થલાપતિ વિજય આ વખતે પોતાની ફિલ્મો માટે નહિ પરંતુ એક કેસને લઈને ચર્ચામાં છે. જાણો સમગ્ર કેસ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર થલાપતિ વિજય પોતાની ફિલ્મોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મ માસ્ટરના અભિનેતા થલાપતિ વિજય જેમને જોસેફ વિજયના નામથી પણ ઓળખવામાં આવે છે તેઓ આ વખતે પોતાની ફિલ્મો માટે નહિ પરંતુ એક કેસને લઈને ચર્ચામાં છે. થલાપતિ વિજયે કથિત રીતે મદ્રાસ હાઈકોર્ટમાં પોતાના પિતા એસકે ચંદ્રશેખર અને મા શોભા સહિત 11 લોકો સામે દિવાની કેસ નોંધાવ્યો છે. પોતાના જ માતાપિતા સામે કેસ નોંધવવવા માટે થલાપતિ વિજય ચર્ચામાં છે. કેસની સુનાવણી 27 સપ્ટેમ્બર, 2021ના રોજ છે.

વિજયે કેમ પોતાના માતાપિતા સામે કેસ કર્યો?

વિજયે કેમ પોતાના માતાપિતા સામે કેસ કર્યો?

મીડિયા રિપોર્ટ અનુસાર શહેરની એક અદાલતમાં દાખલ કેસમાં કહેવામાં આવ્યુ છે કે કોઈએ પણ વિજયના નામનો ઉપયોગ જનતાને ભેગી કરવા કે બેઠકો આયોજિત કરવા માટે ન કરવો જોઈએ. વાસ્તવમાં વિજયના પિતા તેમજ નિર્દેશક એસકે ચંદ્રશેખરે થોડા સમય પહેલા જ એક રાજકીય પાર્ટી શરૂ કરી હતી. આ પાર્ટીનુ નામ ઑલ ઈન્ડિયા થલાપતિ વિજય મક્કલ ઈયક્કમ રાખવામાં આવ્યુ હતુ. રિપોર્ટ મુજબ ચૂંટણી પંચમાં નોંધાયેલ દસ્તાવેજોમાં આ પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે વિજયના પિતાનુ નામ છે અને તેમની મા શોભા ચંદ્રશેખર તેના ટ્રેઝરર છે.

આ વાતથી નારાજ થયા થલાપતિ વિજય

આ વાતથી નારાજ થયા થલાપતિ વિજય

વિજયના પિતા એસકે ચંદ્રશેખરે પાર્ટી અધ્યક્ષ તરીકે પોતાના સંબંધી પદ્મનાભનના નામની ઘોષણા કરી છે. વળી, વિજયની મા શોભાને કોષાધ્યક્ષ તરીકે જ્યારે તેમને તેમને મહાસચિવનુ પદ ધારણ કરવાનો દાવો કર્યો છે. વિજય એ વાતથી નારાજ છે અને તેમણે કેસમાં કહ્યુ છે કે કોઈ પણ વ્યક્તિને તેમના નામનો ઉપયોગ કરીને ચૂંટણી પાર્ટી કે કાર્યક્રમ કરવાની જરૂર નથી. વિજયો પોતાના કેસમાં કહ્યુ કે જો કોઈ મારા ફેન ક્લબનો ઉપયોગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ જ કારણ છે કે વિજયે પોતાના નામનો ફાયદો ઉઠાવવા માટે માતાપિતા સહિત 11 લોકો સામે કેસ કર્યો છે.

વિજયે કહ્યુ હતુ - ચૂંટણી પાર્ટી સાથે મારે કોઈ કનેક્શન નથી

વિજયે કહ્યુ હતુ - ચૂંટણી પાર્ટી સાથે મારે કોઈ કનેક્શન નથી

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ પોતાના નિવેદનમાં વિજયે સ્પષ્ટ કરી દીધુ હતુ કે તેને આ ચૂંટણી પાર્ટી સાથે કોઈ લેવા-દેવા નથી. વિજયે પોતાના ફેન્સને અપીલ કરી હતી, 'ઑલ ઈન્ડિયા થલાપતિ વિજય મક્કલ ઈયક્કમ' પાર્ટી સાથે મારે કોઈ કનેક્શન નથી, માટે મારા માટે અને મારા નામે આ પાર્ટી સાથે ના જોડાશો.' વિજયે કહ્યુ હતુ, 'જો કોઈ પણ તેમના નામ, તેમના ફોટા કે તેમના ફેન ક્લબનો ઉપયોગ કરશે તો હું તેમની સામે કાનૂની કાર્યવાહી કરીશ.'

English summary
South Indian Super Star Thalapathy Vijay files civil case against his parents, know the matter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X