Prabhas Net Worth: આલીશાન બંગલો, મોંઘી ગાડીઓ, કરોડોની સંપત્તિના માલિક છે સુપરસ્ટાર પ્રભાસ, જાણો કમાણી
Prabhas Net Worth: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. અભિનયની સાથે લોકો તેના હેન્ડસમ લુકના પણ દીવાના છે. તમને જણાવી દઈએ કે પ્રભાસે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત તમિલ અને તેલુગુ ફિલ્મોથી કરી હતી. આજે પ્રભાસે સખત મહેનત બાદ આ સ્થાન હાંસલ કર્યું છે.
સાઉથ ઈન્ડસ્ટ્રીની સાથે હવે બૉલિવુડમાં પણ પ્રભાસની ડિમાન્ડ વધવા લાગી છે. ફિલ્મ 'બાહુબલી' બાદ દુનિયાભરના લોકો પ્રભાસને ઓળખવા લાગ્યા છે. હાલમાં જ રીલિઝ થયેલી તેની ફિલ્મ 'આદિપુરુષ' ભલે બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ કમાલ ન કરી શકી હોય, પરંતુ ભગવાન શ્રીરામના રોલમાં જોવા મળેલા પ્રભાસના બધાએ વખાણ કર્યા છે.

પ્રભાસે ફિલ્મ 'સાહો'માં કરેલી એક્શન બાદ લોકો તેને ફરી એકવાર એક્શન હીરો તરીકે જોવા માંગે છે. આ દરમિયાન આજે પ્રભાસની એક્શન થ્રિલર ફિલ્મ 'સલાર'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર જોયા બાદ પ્રભાસના ફેન્સ ઘણા ખુશ દેખાઈ રહ્યા છે.
પ્રભાસે હવે લોકોના દિલમાં એક અલગ જ ઓળખ બનાવી લીધી છે. હાલમાં તે ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા કલાકારોમાંથી એક છે. તે એક ફિલ્મ માટે 150 કરોડ રૂપિયા લે છે. આવો જાણીએ પ્રભાસની કુલ સંપત્તિ અને વૈભવી જીવનશૈલી વિશે.
પ્રભાસ હાલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોંઘા કલાકારોમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસ લગભગ 300 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. આ દિવસોમાં પ્રભાસે તેની ફિલ્મની ફી વધારી દીધી છે. હવે પ્રભાસ કરન ફિલ્મ માટે 150 કરોડ ફી લે છે.
તેમની મોટાભાગની આવક ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને વ્યક્તિગત રોકાણોમાંથી આવે છે. પ્રભાસ પહેલા માત્ર દક્ષિણ ભારતની બ્રાન્ડ્સનું એન્ડોર્સમેન્ટ કરતો હતો પરંતુ હવે તેની બ્રાન્ડ વેલ્યુ વધી ગઈ છે અને તે દેશભરમાં ઘણી નવી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરી રહ્યો છે.
પ્રભાસ હૈદરાબાદમાં એક આલીશાન બંગલામાં રહે છે. તેના આ લક્ઝુરિયસ ડિઝાઈનર ઘરની કિંમત લગભગ 65 કરોડ છે. તેનું ઘર હૈદરાબાદના પ્રાઇમ લોકેશન પર આવેલું છે. પ્રભાસ વર્ષ 2014માં આ આલીશાન બંગલામાં શિફ્ટ થયો હતો. તેનું ઘર તમામ પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ છે. પ્રભાસે પોતાના ઘરને ખૂબ જ સારી રીતે ડિઝાઇન કર્યું છે.
પ્રભાસને મોંઘા અને લક્ઝુરિયસ વાહનોનો ખૂબ શોખ છે. તેની પાસે રૉલ્સ રૉયસ અને જગુઆર જેવા વાહનો છે. આ વાહનોની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે. તેના કાર કલેક્શનમાં Skoda Superb, BMW X3, Jaguar XJR, Range Rover અને વિશ્વની સૌથી મોંઘી કાર રૉલ્સ રૉયસ ફેન્ટમનો સમાવેશ થાય છે. પ્રભાસની રૉલ્સ રૉયસની કિંમત 8 કરોડથી વધુ છે.












Click it and Unblock the Notifications
