સ્પેશિયલ 26 : અક્ષય કુમાર ઉપર ફિદા છે અનુપમ ખેર
મુંબઈ, 21 જાન્યુઆરી : ગંભીર અભિનય માટે જાણીતા અનુપમ ખેર ફરી એક વાર દિગ્દર્શન ક્ષેત્રે ઉતરવા માંગે છે. હાલ તો તેઓ અક્ષય કુમાર સાથે ફિલ્મ સ્પેશિયલ 26 અંગે વ્યસ્ત છે. ફિલ્મમાં તેમની સાથે એક્શન કિંગ અક્ષય કુમાર છે કે જેમણે ફિલ્મ માટે પોતાની ફી અડધી કરી નાંખી છે. અક્ષયના આ પગલાને વખાણતાં અનુપમ ખેરે જણાવ્યું કે તેમને ખુશી થાય છે કે જ્યારે કોઈ કામ માટે ત્યાગ કરે છે.

અનુપમ ખેરે જણાવ્યું કે અક્ષય કુમારે પોતાની ફી ઓછી કરી પોતાનો કદ ઊંચો કર્યો છે. તેના માટે તેઓ વખાણવા યોગ્ય છે. ફિલ્મના ભરપેટ વખાણ કરતાં અનુપમ ખેરે જણાવ્યું કે તેઓ આ ફિલ્મમાં ગઠિયાના પાત્રમાં છે કે જે કરવામાં તેમને ખૂબ મજા પડી. ફિલ્મ સારાંશથી લઈ સ્પેશિયલ 26 સુધીની સફરમાં ઘણું બધું બદલાઈ ગયું છે, પરંતુ બૉલીવુડનો આ તબક્કો સ્વર્ણિમ છે. તેને સ્વર્ણિમ યુગ કહી શકાય છે. આજે ફિલ્મોમાં કરોડો રુપિયા લગાવે છે અને તે સરળતાથી કરોડો કમાવી પણ લે છે. આજે દેરક વર્ગ છે કે જે ફિલ્મને સફળ તથા નિષ્ફળ બનાવે છે.
અનુપમ ખેરે જણાવ્યું - આશા સેવું છું કે સ્પેશિયલ 26 સાચે જ લોકોને ગમશે. નોંધનીય છે કે સ્પેશિયલ 26ના દિગ્દર્શક નીરજ પાન્ડે છે કે જેમણે ઍ વેડ્નસડે ફિલ્મ બનાવી છે. તેમાં પણ અનુપમ ખેર લીડ રોલમાં હતાં. ફિલ્મે અનેક ઍવૉર્ડ હાસલ કર્યા હતાં. તેથી ફિલ્મની સાઉથ રીમેક પણ બની હતી.












Click it and Unblock the Notifications
